Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેડીયાપાડા પ્રાંત કચેરીમાં ચૂંટણીના ઝોનલ ઓફીસરોની તાલીમ બેઠક યોજાઈ.

Share

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત તા. ૦૩ ઓક્ટોબર ૨૨ ના રોજ દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલની ઉપસ્થિતિમાં ઝોનલ ઓફીસર અને મદદનીશ ઝોનલ ઓફીસરની તાલીમ અને બેઠક યોજાઈ હતી.

દેડીયાપાડાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આનંદ ઉકાણીએ ઝોનલ ઓફીસરો અને મદદનીશ ઝોનલ ઓફીસરને PPT ના માધ્યમથી ચૂંટણી લક્ષી માહિતીથી વાકેફ કર્યા હતા. નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલે પણ ચૂંટણીલક્ષી માહિતી પુરી પાડી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમા વનરેબલીટી મેપીંગ અંગે, ઝોનલ ઓફીસરની ફરજો અને જવાબદારીઓ બાબતે માહિતી આપી હતી. ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદાર સાગબારાના રણજીત મકવાણાએ ચૂંટણીલક્ષી અને કાયદાકીય જોગવાઈઓ, ઈ.વી.એમ./વી.વી.પેટના સંચાલનને લગતી માહિતી, પોલ-ડે ના દિવસે કરવાની કામગીરી વિગેરેથી માહિતગાર કર્યા હતા.

બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી સાગબારા અને દેડીયાપાડાના મામલતદાર, દેડીયાપાડાના પોલીસ ઈન્સપેક્ટર તેમજ દેડીયાપાડા અને સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

HOMEOSTASIS -2023 સ્પર્ધામાં મોરબીની GMERS કોલેજનો ડંકો, રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે માંગી મદદ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!