Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે BTTS દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું.

Share

આજરોજ BTTS દ્વારા ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું ! આવેદનમાં જાણવામાં આવ્યું કે ગુજરાત સરકારનાં આદિજાતિ વિકાસ વિભાગનો તારીખ ૧૯ મી સપ્ટેમ્બર ૨૦૨૦ નાં સરકારી જાહેરાતનામા ક્રમાંક જીએસ/ઐસએચ/0૧/એજેપી./102018/ચ, રાજપત્રનાં જાહેરનામાંથી અનુસુચિ આદિજાતી પ્રમાણપત્ર મેળવવા અથવા આવા પ્રમાણપત્રની ખરાઈ કરાવવા માટે તથા બિન આદિવાસી ખોટા અદિજાતિ પ્રમાણપત્ર ના લઇ શકે તેને ધ્યાને રાખી જોગવાઈ કરવામાં આવેલી છે. જે બરાબર છે તેની ચુસ્ત અમલવારી થવી જ જોઈએ.

ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારનાં નેસમા વસતા રબારી, ભરવાડ અને ચારણ લોકોને આદિજાતી પ્રમાણપત્ર આપવામાં કરવી જોઈએ જ્યાં હજી પણ જુના નિયમ મુજબ જ દાખલા આપવામાં આવે છે. તેની જગ્યાએ આ કાયદાનો હવાલો આપીને અસલ આદિવાસીઓની બહુલ વસ્તી ધરાવતા જિલ્લાના દરેક મામલતદાર કચેરીઓમાં આદિવાસી સમાજના લોકો પર અરજદારનાં પિતા, દાદા પરદાદાના જન્મ રજીસ્ટરનાં ઉતારા, પ્રાથમિક શાળા પ્રવેશ રજીસ્ટરનો ઉતારો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણનાં દસ્તાવેજી પુરાવાઓ, ગામનો નમુનો, ૭૩ એએ નું સોગંધનામુ, સરકારી અથવા અન્ય કોઈ સેવામાં હોય તેવા અરજદારનાં પિતા દાદા પરદાદા લોહીનું સગપણ ધરાવતા સગા સબંધીઓની આદિજાતી જણાવતા રેકોર્ડનો ઉતારો જેવા ૩૭ જાતના પુરાવાઓ માંગવામાં આવે છે અને એક પણ પુરાવો ન હોય એટલે દાખલા આપવામાં આવતા નથી અને અસલ આદિવાસીઓ જાતિના દાખલાથી વંચિત રહી જાય છે.

એકબાજુ આ ગુજરાત સરકારે મેળાઓ કરી ને બોગસ આદિવાસીઓને લાખો ખોટા જાતિના પ્રમાણ પત્રો નું વિતરણ કરી દીધું છે, બીજી બાજુ અસલ આદિવાસીઓને જાતિના દાખલા માટે મુશ્કેલી ઉભી કરે છે. અમારા બાપ દાદાઓને તો. આ સર કારો દ્વારા મજબૂરી પેદા કરી, શિક્ષણ
થી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમજ હાલમાં પણ આદિવાસી વિસ્તાર ના અનેક લોકો શિક્ષણ થી વંચિત હોવાને કારણે તેમના પુરાવા ગ્રામ્ય વિસ્તાર માં એકઠા કરવા ખુબ મુશ્કેલ પડે છે.

Advertisement

અસલ આદિવાસીઓની બહુલ વસ્તી ધરાવતા તાલુકાઓમાં જૂના નિયમ મુજબ સરપંચ તલાટીનો, દાખલો, લીવીંગ સર્ટીફિકેટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝનાં ફોટા સહિતના પુરાવાઓ રજુ કરી દાખલો આપવામાં આવતો હતો. તે જ પ્રમાણે અત્યારે જાતિના દાખલાઓ કાઢી આપવામાં આવે એવી અમારી માંગણી છે. જો આવી જ રીતે અસલ આદિવાસી પ્રજાને ખોટા ખર્ચાઓ અને હેરાન કરવામાં આવશે તો ખાવનાર સમયમાં સરકારને મોટા જન આંદોલનનો સામનો કરવો પડશે.

આ પ્રસંગે BTTS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા, નર્મદા જિલ્લા BTTS પ્રમુખ મહેશભાઇ વસાવા, BTP પ્રમુખ બહાદુરભાઈ વસાવા તથા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા.

તાહિર મેમણ : ડેડીયાપાડા


Share

Related posts

ગોધરા : નગરપાલિકા હસ્તકનાં પ્રજાલક્ષી પ્રશ્નોનાં નિકાલ માટે પાલિકા પ્રમુખને લેખિત રજુઆત…

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે બાઈકની ચોરી કરેલ ઈસમની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!