Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતમાં કોઈપણ સ્થળે ફોન દ્વારા ડિજિટલ પર્સનલ લોન ઉપલબ્ધ.

Share

ઓછી આવક ધરાવતા મોટાભાગના ભારતીયો પર્સનલ લોન જેવી ઔપચારિક નાણાકીય સર્વિસને બહુ મર્યાદિત પ્રમાણમાં મેળવી શકે છે. ખાસ કરીને નાના શહેરો અને નગરોમાં જ્યાં બેન્કિંગ વિકલ્પો ઓછા છે ત્યાં હકીકત છે. વધુમાં, જે બેંક વિકલ્પો ઉપલબ્ધ છે ત્યાં આ માટેની પ્રક્રિયા સમય માંગી લે તેવી અને જટિલ છે.

તાજેતરના વર્ષોમાં, ડિજિટલ પર્સનલ લોનની શરૂઆત થતાં વપરાશકારો હવે તેમના ફોન પર એપ્લિકેશન દ્વારા તેમની સંપૂર્ણ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ ડિજિટલ એપ્સ તેમના વપરાશકારોમાં અત્યંત લોકપ્રિય સાબિત થઈ છે, પરંતુ બજાર હજી નવું હોવાથી, તેના અસ્તિત્વ વિશે જાગૃતિ ઘણી ઓછી છે. લોકો તેના વિશે સાંભળે છે છતાં, હજુ પણ તે માટે ઘણી ગેરસમજો છે; લોકો ઘણીવાર માને છે કે આ ડિજિટલ લોન માત્ર મોટા મહાનગરોના રહેવાસીઓ માટે ઉપલબ્ધ છે અથવા લોન લેવા માટે પાત્ર બનવા રૂ. 20 હજારથી વધુની આવકની જરૂર છે.

Advertisement

નીરા (NIRA) જેવી કંપનીઓ દર મહિને માત્ર રૂ. 10,000થી શરૂ થતી માસિક આવક ધરાવતા લોકોને માટે રૂ. 5000 જેટલી નાની રકમની, અનસિક્યોર્ડ વ્યક્તિગત લોન ઓફર કરે છે. ફોન દ્વારા લોન માટેની અરજી પ્રક્રિયા ઝડપી અને સરળ છે અને તે માટે કોઈ દસ્તાવેજી કાર્યવાહી નથી. લોનધારકે આ માટે કોઈ અસ્કયામત અથવા સિક્યુરિટી આપવાની જરૂર નથી અને મંજૂર કરાયેલ લોનની રકમ લોનધારક તેના બેંક ખાતામાં 24 કલાકમાં મેળવી શકશે. તેનું જમા પાસુ એ છે કે અન્ય ઉપલબ્ધ વિકલ્પોની સરખામણીમાં તેના વ્યાજ દર ખૂબ સસ્તા છે. હકીકતમાં, શાહુકારો અને અન્ય નાણા ઉધાર આપતા દુકાનદારોની સરખામણીએ લોન ધારકો પાસેથી 1/3 જેટલો ઓછો વ્યાજ દર લેવાય છે.

ધિરાણની આટલી વ્યાપક માંગ સાથે, નાના શહેરોમાં તેની સ્વિકૃતિ ઝડપથી વધી રહી છે. હકીકતમાં, નીરાના 70 ટકાથી વધુ ગ્રાહકો હવે ટાયર 2, 3 અને 4 શહેરો અને નગરોમાંના છે.

ઓછી આવક ધરાવતા ઘણા ભારતીયો જેમને માટે દર મહિને નાણાંની બચત મુશ્કેલ છે, ત્યારે કોઈપણ બિનઆયોજિત ખર્ચ અથવા કટોકટી જેવી કે અચાનક આવી પડતા તબીબી ખર્ચ વગેરેથી તેમની નાણાકીય સ્થિતી અને તેમનું જીવન ખોરવાઈ જાય છે. આવા ડિજિટલ પર્સનલ લોન પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા અને તે વિષેની બહેતર જાણકારી ઘણા ભારતીયોની વાસ્તવિક સમસ્યાઓ હલ કરી શકે છે અને તેમને નાણાકીય કટોકટીની પરિસ્થિતિઓમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવામાં મદદ કરી શકે છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

જાણીતા એક્ટર અને ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન.

ProudOfGujarat

તાપી જિલ્લામાં આગામી 24મીએ વર્ચ્યુઅલ યુવા કલા મહોત્સવનું કરાયું આયોજન

ProudOfGujarat

અંક્લેશ્વરનાં અશોક પંજવણીને શિક્ષણક્ષેત્રે પ્રવૃત્તિ બદલ ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!