ડેડીયાપાડા ખાતેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. તેની પાસેથી એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સહીત રૂ.૨૮૫૩૦.૮૪ નો મુદ્દામાલ ઝડપાયો છે.
આ અંગે ફરીયાદી ડો.રિપ્પલબેન અરવિંદભાઇ વસાવા મુળ રહે. સામરપાડા (થપાવિ) તા.ડેડીયાપાડાએ આરોપી સંતોષ માનુતોષ બીસ્વાસ( મુળ રહે.બલપુર તા.રાનાઘટ જી.નદીયા, પચ્ચીમ બંગાળ હાલ રહે.ગંગાપુર વચલું ફળીયુ શારદાબેન સંસીકાન્તભાઇ પટેલના ઘરમાં તા.દેડીયાપાડા, જી.નર્મદા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી સંતોષભાઇ માનુતોષભાઇ બીષ્યા( મુળ રહે.બલપુર તા.રાનાઘટ જી.નદીયા, પચ્ચીમ બંગાળ હાલ રહે.ગંગાપુર વચલુ ફળીયુ શારદાબેન સંસીકાન્તભાઇ પટેલના ઘરમાં તા.દેડીયાપાડા,જી.નર્મદા) એ ગુજરાત સરકાર મેડીકલ કાઉન્શીલ બોર્ડનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ કરવા અંગેના પ્રમાણપત્ર ન હોવા છતા રેઇડ કરતા રેઇડ દરમ્યાન એલોપેથીકની પ્રેકટીશ કરી એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો
તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ (નીડલો),એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સામગ્રી રૂપીયા ૨૮૫૩૦,૮૪/- ના મુદામાલ સાથે પોતે ડોક્ટર ન હોવા છતા દાક્તરી સેવાના સાધનો, દવાઓ ગેર કાયદેસર રીતે રાખી લોકોનું સ્વાસ્થય જોખમાય તે રીતે મેડીકલ પ્રેકટીશ કરી
બેદરકારી ભર્યું ફુત્ય કરતા મળી આવી ગુનો કરતા પોલીસે તેની સામે ઈ.પી.કો કલમ-૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક એક્ટ ૧૯૪૦ કલમ ૨૭(બી)(ર) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ -૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીપક જગતાપ,રાજપીપલા