Proud of Gujarat
Top News

જુનાગઢના ભંગાર રોડમાંથી ઉડતી ધૂળની ડમરીથી હજારો લોકોના આરોગ્યને નુકસાન

Share

જૂનાગઢના ગિરિરાજ સોસાયટીની જોશીપરા તરફના ભંગાર જેવા રોડ અને તેમાંથી ઉડતી ધૂળની ડમરીઓના કારણે રોજ હજારો લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ દરકાર લેવામાં આવતી નથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કાર્યવાહી થઈ નથી આથી હાલ ભંગાર રસ્તા અને તેમાંથી ઉડતી ધૂળની ડમરીના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે આવા બિસ્માર રોડથી લોકો ભારે ત્રાહિમામ થઈ રહ્યા છે. જૂનાગઢના બસ સ્ટેન્ડ પાછળ આવેલી ગીરીરાજ સોસાયટીથી જોશીપરા તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે આ મામલે અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આ રોડ પરથી રોજ હજારો લોકોની અવર જવર રહે છે પરંતુ ભંગાર રસ્તા અને તેમાંથી ઉડતી ધૂળની ડમરીના કારણે લોકોના આરોગ્ય અને વાહનોને નુકસાન થઈ રહ્યું છે અવાર નવાર અકસ્માત પણ થાય છે છતાં પણ મનપા તંત્ર દ્વારા કોઈ જ દરકાર લેવામાં આવતી નથી જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે એડવોકેટ પ્રતિકભાઈ રાવલે મુખ્યમંત્રીને રજૂઆત કરી આ બાબતે નકકર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે

Advertisement

Share

Related posts

સમગ્ર ભરૂચ જિલ્લામાં વીર શહીદોના બલિદાન અંગે સહાનુભૂતિ અને બીજી તરફ પાકિસ્તાન તરફ રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો…

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા .ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુખ સુવિધામાં વધારો કરાશે …..

ProudOfGujarat

પ્રદૂષણને લીધે 50,264 લોકોને TB, અસ્થમા, ફેફસાંનું કેન્સર, 2064ના મોત, RTIમાં મ્યુનિ.એ આપેલી માહિતીમાંથી ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!