Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0″નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.

Share

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરાવતા મંત્રીએ રાજ્યની સગર્ભાઓ તેમ જ 0-5 વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

રોગપ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી રસીકરણ અચૂકપણે કરાવવા મંત્રીએ અપીલ કરી હતી. આ રસીકરણ અભિયાન હેઠળ 0થી 5 વર્ષ સુધીની વયના અંદાજિત 50,900 બાળકો અને 7,278 સગર્ભાઓનું રસીકરણ કરાશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 7થી 12 ઓગષ્ટ, 11થી 16 સપ્ટેમ્બર અને 9થી 14 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

Advertisement

આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી, પોલિયો, ડિપ્થેરિયા, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા જેવા 11 રોગો સામે રોગપ્રતિરોધક રસી આપવામાં આવે છે.

અગાઉ મિશન ઇન્દ્રધનુષના 4 તબક્કામાં 9.16 લાખ નિયત વયજૂથના બાળકો અને 2.14 સગર્ભાઓનું સફળ રસીકરણ કરાયું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંત પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાધેલા, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સુરત કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કરતાં ઉમરપાડાનાં ચોખવાડા ગામનાં સેવાભાવી સરપંચ હરિસિંગ વસાવાએ મદદ કરી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ફિમેલ પોલિંગની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!