Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચના માંચ ગામ સ્થિત હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ ખુબ ઉત્સાહપૂર્વક સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંકુલમાં યાસીન શરીફના ખતમ, શીજરા શરીફ તેમજ ફાતેહા ખ્વાનીનો કાર્યક્રમ આયોજકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમો બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી માનવજાત સુરક્ષિત રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. અકિદતમંદ ભાઈઓ, બહેનોએ સંદલ શરીફની વિધિમાં હાજરી આપી હતી. હાફીઝ મુજાહિદે ખાસ દુઆ ગુજારી હતી.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બાદ તંત્ર જાગ્યુ.

ProudOfGujarat

વડોદરાના નિવાસી અધિક કલેકટરનું ચૂંટણી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના 200 ગામોમાં 100 ટકા રસીકરણ : જિલ્લામાં લક્ષ્યાંક પૈકીના 70.89 ટકાને રસી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!