Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેરના સમ્રાટનગર સોસાયટી ખાતે સ્પર્શ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો..

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે સમાટ્ર નગર સોસાયટી ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો.થલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદ અર્થે આ કેમ્પ યોજાયો હતો.સ્પર્શ ગ્રુપના યુવાનો દ્વારા આગામી સમયમાં યુવાનો રસીકરણમાં ભાગ લઈ શકે તે માટે ખાસ રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ સમ્રાટનગર સોસાયટી ખાતે વડોદરાની ઇન્દુ બ્લડબેન્કના ઉપક્રમે આ રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
યુવાનોના રસીકરણ બાદ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની અછતને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્શ ગ્રુપના યુવાનો તેમજ અન્ય યુવાનો મળીને કુલ ૨૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, આ રક્તદાન કેમ્પમાં ઇન્દુ બ્લડબેંકના કો-ફાઉન્ડર ધૃતિબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા શુકલતીર્થ મેળામાં કાનુની જાગૃતિ માટે પુસ્તિકાઓનું વિતરણ

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાયબ ઓડિટર વર્ગ 3 ના જિલ્લા સહાયક નિરીક્ષક કચેરીના કર્મચારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

નવસારીમાં ચકચારી આત્મહત્યા : દીકરા બાદ એજ વૃક્ષ પર માં-બાપે કરી આત્મહત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!