Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ

Share

વિજયકુમાર,ગોધરા,

Advertisement

પંચમહાલ જિલ્‍લામાં વિશ્‍વ પર્યાવરણ દિનથી જિલ્‍લા કલેકટર ઉદિત અગ્રવાલે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો હતો. ગોધરા નગર સેવા સદનથી રેલી કાઢવામાં આવી હતી જે શહેરના જાહેર માર્ગો ઉપર ફરી નાગરિકોને પર્યાવરણના જતન અને સ્‍વચ્‍છતા અંગેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્‍યું હતું કે, પર્યાવરણ પ્રત્યેની દુર્લક્ષતાને કારણે આપણી સૃષ્‍ટિ ઉપર ગ્‍લોબલ વોર્મિંગનો ભય તોળાઇ રહ્યો છે. માનવ સ્‍વાસ્‍થ્‍ય પણ જોખમમાં મુકાયું છે, તેવા સમયે પર્યાવરણ પ્રત્‍યે જાગૃત બની નિયમોનું પાલન કરીએ. ઘર, શેરી-મહોલ્‍લાને સ્‍વચ્‍છ રાખી આપણી આસપાસની હવા, પાણીને દુષિત થતાં અટકાવીએ. કચરાને યોગ્ય સ્‍થળે, યોગ્ય રીતે નિકાલ કરીએ તેમ વધુમાં જણાવ્‍યું હતું. જિલ્‍લા કલેકટરે જન જાગૃતિ રેલીમાં જોડાઇ ગોધરા શહેરના દુકાનદારો, વેપારી-ફેરિયાઓને પ્‍લાસ્‍ટિકની બેગના સ્‍થાને કાપડની થેલીના વપરાશની
અપીલ કરી હતી અને પ્‍લાસ્‍ટિકની બેગના સ્‍થાને કાપડની થેલીના ઉપયોગ
કરવા અને પર્યાવરણ જાળવણી અનુ સ્‍વચ્‍છતાના શપથ લેવડાવ્‍યાં હતાં.
ગોધરા નગર સેવા સદનથી ગૌરવ પથ ઉપર નિકળેલી આ રેલીમાં, જિલ્‍લા વિકાસ અધિકારી એ. જે. શાહ, નગરપાલિકા પ્રમુખ વિદ્યાબેન હરવાણી, નાયબ વન સંરક્ષક અંશુમાન શર્મા, ડો. સુજાત વલી, ડો. શ્યામસુંદર, સેવાભાવી સંસ્‍થાઓના સભ્‍યો, શહેરના પ્રબુધ્‍ધ નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતાં.
પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાન અંતર્ગત જિલ્‍લામાં તા. પમી જૂન, ૨૦૧૮ થી તા. ૧૧મી જૂન, ૨૦૧૮ દરમિયાન જન જાગૃતિ રેલી, સામુહિક સફાઈ, પ્‍લાસ્‍ટિક મુક્ત જિલ્‍લો, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ અને સેગ્રીગેશનના વર્કશોપ, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્‍યાં છે.


Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રકો પસાર થતાં લોકોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!