ગોધરા, રાજુ સોલંકી 

POG.COM Exlusive

ગોધરા,

પંચમહાલ જીલ્લાના વડામંથક ગોધરા ખાતે આજે બપોરના આ અરસામા સનસનીખેજ ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. જેમા એક પરણિત યુવતીનુ તલવારની અણીએ કરીને કારમા બેસાડ઼ી અપહરણ કરતા ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. આખા બનાવની જાણ યુવતિના પતિને થતા આ બાબતે એડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવામા આવતા સમગ્ર તપાસ મામલે હાલ તપાસ હાથ ઘરવા પામી છે. આ અપહરણની ઘટનાના એક્ષ્લુઝીવ સીસી ટીવી ફુટેજ પ્રાઉડ ઓફ ગુજરાત પાસે છે જે વિડીયોમા તમે જોઈ શકો છો.
આ સમગ્ર બનાવની વિગતો ફરિયાદમા જણાવ્યા અનુસાર ગોધરા શહેરમાં રહેતો રાજેન્દ્ર કુમાર સેનવા પોતે લારી ઉપર જમવાનુ બનાવાનુ કામ કરીને ગુજરાન ચલાવે છે.પોતે આણંદ ખાતે ૨૦૧૩-૧૪માં આણંદ ખાતે કોલેજ કરતો હતો ત્યારે ત્યા પહેલા વર્ષમા ભણતી ઉજમા નામની છોકરી સાથે રાજેન્દ્રને આંખો મળી જતા આખરે લગ્નગ્રંથીથી જોડાવાનુ નક્કી કર્યુ હતુ.અને ૫-૭-૨૦૧૮ના રોજ આણંદથી નીકળી ઈન્દોરમાં ખાતે ૬-૭-૨૦૧૮ના રોજ આર્યસમાજ સંચાર નગર ખાતે હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા.ઉજમાનુ નામ બદલીને ઉમા રાખેલ હતુ.ત્યારબાદ ગોધરા ખાતે રહેવા આવી ગયા હતા.અને ત્યા લારી ઉપર જમવાનુ બનાવાનુ કામ કરતો હતો. તેની પત્ની ઉજમા ગોધરા શહેરમાં કલાલ દરવાજા પાસે એક સિવણ કલાસ શીખવા જતી હતી આજે બપોરના અરસામા એક હોન્ડાસીટી જેવી દેખાતી એક કારમા ઉજમાનુ તલવારની અણીએ ઉઠાવી ને અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ બાબતે રાજેન્દ્ર કુમારે એડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. ભરચક બજારમાઆ ઘટનાબનતા ભારે ચકચારઆ ઘટનાનના સીસીટીવી ફુટેજ પણ બહાર આવ્યા છે જે પીઓજી.કોમ પાસે છે
આ ઘટનાના સીસી ટીવી પણ બહાર આવ્યા છે.જેમા એક કારના દરવાજા ખુલ્લા રહીને નગરપાલિકા રોડ તરફ જઈ રહી છે.તેમા એક બાઇકચાલક અથડાતો અથડાતો રહી ગયો દેખાય છે.જોકે કઈક અઘટીત થયાની ઘટનાને કારણે આસપાસની દુકાનોદારો પણ બહાર નીકળી જતા દેખાય રહ્યા છે.પછી થોડીવારમા
પાછળ બાઇકચાલકો પણ તેનો પીછો કરે છે જોકે
નવાઇની વાત કે થોડી સેકેન્ડોમા એક પોલીસની ગાડી પણ ત્યાથી પસાર થાય છે.બનાવને લઇને નગરમા ભારે ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY