ગુજરાતની સરહદ પર આવેલ મહારાષ્ટ્ર રાજ્યના વિધુત મહાવિતરણ દ્વારા જ્યાં વીજ પુરવઠો પુરો પડાય છે. તેવી તાપી જીલ્લાનાં નવાપુર ગામના ખેડુતોએ વીજ કંપનીની ઓફિસને તાળાબંધી કરી હતી. મળતી માહિતી અનુસાર નવાપુર અને આજુ-બાજુ ના વિસ્તરના ખેડુતો અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. અનિયમિત વીજ પુરવઠાના પગલે તેમનો પાક નિષ્ફળ જાય તેમ જણાતુ હતુ. વીજ અનિયમિતતાથી સિંચાઈ થઈ શકતી ન હતિ આ અંગે વારંવાર રજુઆત કરી હોવા છતા ખેડુતોની કરૂણ બાબતો કોઈ ધ્યાને લેતુ ન હતુ તેથી ખેડુતો વીજ કંપનીની ઓફિસ ખાતે પોંહચી જઈ કર્મચારીઓને બહાર કાઢી ઓફીસને તાળાબંધી કરી હતી. કોંગ્રેસના આગેવાન ભરત ગાવિતે ખેડુતોની મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY