પોલીસની ટાટાસુમો અને દારૂ વહન કરનારની ઇન્ડીગો કાર અથડાઈ બુટલેગર ફરાર…

ગોધરા એલ.સી.બી પોલીસે મળેલ બાતમીના આધારે જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. ૧,૮૮,૪૦૦/- ની મતા પોલીસે જપ્ત કરી હતી આ દીલધડક બનાવની વિગત જોતા મળેલ બાતમીના આધારે પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર અને ઈ.પો અધિક્ષક હિતેષ  જોયસર ના માર્ગદર્શન હેઠળ પોલીસે પી.આઇ. એલ.સી.બી ડી.એન.ચુડાસમાએ ગોલ્લાવ પેટે મહામહુડી ચોકડી પાસે નાકાબંધી કરી હતી. તેવામાં બાતમી મુજબની ઈન્ડીગો કાર જણાતા પોલીસે ટાટાસુમોમાં તેનો પીછો કર્યો હતો અહિંયાથી કાર્તેજ શરૂ થઈ હતી જે દેવગઢ બારીયા થઈ ચેનપુર થઈ પાનમ નદીના કાચા રસ્તેથી થઈ ગોધરા તાલુકા પોલીસની હદમાં આવતા દહીકોટ ખાતે પોંહચી હતી જ્યા ઈન્ડીગો કારે પોલીસની ટાટાસુમોને ટક્કર મારી હતી અને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો કાર માંથી નાની-મોટી વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. ૮૮,૪૦૦/- અને એક લાખ રૂપિયાની કિંમતની કાર મળી કુલ રૂ. ૧,૮૮,૪૦૦/- ની મતા જપ્ત કરી હતી આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો આરંભ કરેલ છે.

LEAVE A REPLY