ગોધરા ,રાજુ સોલંકી
પોલીસ વર્તુળ ઘ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દામાવાવ પોલીસ મથકના પી.એસ.આઈ.જી.જે રાવતને ગતરોજ પેટ્રોલીંગ મા હતા દરમ્યાન બાતમી મળી હતી કે સાગટાળા તરફથી વાસકોટ ચોકડી થઈ ગોરડાપાણિ ગામે બોતેરભાઈ ભીખાભાઇ રાઠવા તથા તેનો પુત્ર વિપુલ બોતેરભાઈ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપલો કરનાર હોવાથી બાતમી ના આધારે પોલીસ વોચમાં રહી બાતમી વાળી ગાડી વાસકોટ ચોકડી પાસે આવી પહોંચતા તેને રોકતા ગાડી ચાલક વિપુલ રાઠવા ગાડીને રોડની સાઈડમાં મૂકી ભાગી છુટ્યો હતો જ્યારે તેના પિતા બોતેરભાઈ રાઠવા ૪૫,૬૦૦/.ના વિદેશી બનાવટના દારૂ સાથે ઝડપાઇ જતા પોલીસે પિતા પુત્ર તથા માલને મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY