Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : પંચામૃત ડેરીનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચુંટાયા.

Share

પંચમહાલ જીલ્લા પશુપાલકોની જીવાદોરી સમાન એવી પંચામૃત ડેરી ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચામૃત ડેરી છે. જે પંચમહાલ, મહિસાગર, દાહોદ જીલ્લાના પશુપાલકો માટે આર્શિવાદ સમાન છે. આજે સોમવારના રોજ પ્રાંત અધિકારી અને બોર્ડ ઓફ ડીરેકટર્સની હાજરીમાં ચેરમેન પદની ચુંટણીમાં જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. જેઠાભાઇ સતત ચોથી વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિન હરીફ ચુંટાયા છે. ચેરમેન પદે વરણી થતા ડેરીના કેમ્પસમાં સ્થાનિક કલાકારો દ્વારા ગફુલી નૃત્યની રમઝટ જમાવીને તેમનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારોની ડેરીઓના ચેરમેનએ પણ તેમને શુભકામના પાઠવી હતી.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ખાતે ના કતપોર ગામેથી આજ રોજ સવારે ભાજપની જનસંપર્ક અભિયાન યાત્રાનો પ્રારંભ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે ધર્મ આધારિત નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં રેલી કઢાઈ.

ProudOfGujarat

ભરૂચ-વાલિયા ટાઉનમાં સોશિયલ મીડિયામાં યુવતીની હેરાનગતિ મુદ્દે બે જૂથ બાખડયા,બે વ્યક્તિને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!