Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : વોર્ડ નં. 11 નાં વિસ્તારમાં સ્થાનિકોનો આક્રોશ…રોડ નહીં તો વોટ નહીંનાં બેનરો લાગ્યા.

Share

ગોધરામાં વોર્ડ નંબર 11 આવેલ સત્યમ સોસાયટી ખાતે ગતિશીલ ગુજરાતની ઊભી કરાયેલી હવા નીકળી જાય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે મોટા ભાગના સોસાયટી વિસ્તારોમાંથી પસાર થતા રોડ અને રસ્તાઓની સ્થિતિ અને કેટલાય વિસ્તારો પાકા રસ્તાથી વંચિત હોવાથી વાઇબ્રન્ટની અસરનો અહેસાસ સ્થાનિક રહીશો અનુભવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા મતદારો પણ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓના નાક દબાવવા વર્ષો જૂની માંગણીઓ આગળ ધરી “કામ નહીં તો વોટ નહીં” નો વિરોધ નોંધાવી સંતોષ વ્યક્ત કરતા હોય છે. ત્યારે ગોધરામાં આવેલ સત્યમ સોસાયટીના રહીશો રોડથી વંચિત રહેતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી સોસાયટીના યુવાનો અને અગ્રણીઓએ રસ્તાની માંગ સાથે ચૂંટણીનો વિરોધ કરતા બેનર સોસાયટીનાં ગેટ આગળ લગાવ્યા છે.

મગરમચ્છની પીઠ ધરાવતા રાજકારણીઓ પણ મતદારોની નસ પારખી ગયા હોય તેમ ચૂંટણી સમયે પ્રચાર દરમિયાન મોટી મોટી ગુલબાંગો ઠોકી મતદારોના પ્રાણપ્રશ્નો હલ કરવાના વચનો અપાતા હોય છે, ચૂંટણી પુરી થતા ઉમેદવારે આપેલા વચનો ઠાલા પુરવાર થતા અને પ્રજાજનોની સમસ્યા ઠેરની ઠેર રહેતા લોકો છેતરાયા હોવાનો અહેસાસ અનુભવતા હોય છે.

જોકે હાલ આ રસ્તાઓ ઊબડખાબડ હોવાને કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને હાલાકીઓનો સામનો કરી રહ્યો છે, સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને તેમજ સ્થાનિક ધારસભ્યને પણ અનેક રજૂઆતો કરી તેમ છતાં હજુ કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતા હવે સત્યમ સોસાયટીના રહીશોએ બાંયો ચઢાવી છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

જંબુસર ના ખાનપુર દેહ ગામ ના ગ્રામજનોએ ‘રોડ નહી તો વોટ નહી’ ની માંગ સાથે પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ ને આવેદનપત્ર પાઠવ્યુ.

ProudOfGujarat

“નિશાચર,” એક મર્ડર મિસ્ટ્રી વેબ સિરીઝ જે આજે રિલીઝ થવાની છે, તે તમને સ્તબ્ધ કરી દેશે.

ProudOfGujarat

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!