Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ.

Share

કલેક્ટર કચેરી, ગોધરા ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં રૂ. 204.22 કરોડના ખર્ચે જિલ્લાના 186 ગામોના 1,22,116 ઘરોને આવરી લેતી યોજનાઓને સઘન ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ નલ સે જલ કાર્યક્રમ હેઠળ પંચમહાલ જિલ્લાના તમામ ગામોના તમામ ઘરોને 100 ટકા નળ જોડાણની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની ગુણવત્તા સુનિશ્ચિત કરી પ્લાનિંગ હેઠળ લેવાયેલ દરેક ઘરને સંતોષજનક રીતે પાણી મળી રહે છે તે રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સરકારી પ્રિમાઈસીસમાં આવેલી જિલ્લાની તમામ આંગણવાડીઓને પણ આવરી લેવા જિલ્લા વિકાસ અધિકારીએ સુચના આપી હતી.

બેઠકમાં મંજૂરી માટે રજૂ કરાયેલી 186 યોજનાઓ પૈકી 171 યોજનાઓ નવી યોજનાઓ છે જ્યારે 15 યોજનાઓને સુધારા માટેની મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. 171 યોજનાઓ પૈકી ગોધરા તાલુકાની 47, મોરવા હડફની 17, શહેરા તાલુકાની 39, જાંબુઘોડા તાલુકાની 10, હાલોલ તાલુકાની 12, કાલોલ તાલુકાની 10 અને ઘોઘંબા તાલુકાની 36 યોજનાઓનો સમાવેશ થાય છે. આ અગાઉ, 76.38 કરોડના ખર્ચે 343 યોજનાઓને મંજૂરી આપવામાં હતી. પંચમહાલ જિલ્લાના 631 ગામો માટે 544 યોજનાઓ બનાવવાની થાય છે, જે પૈકી 87 યોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે ડી.ડબલ્યુ.એસ.સી.માં 367 યોજનાઓ મંજૂર કરી દેવાઈ છે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા, પ્રાયોજના વહીવટદાર એસ.કે રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.ડી.રાઠવા, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ-મકાન (પંચાયત) રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી બીએસ. પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. રાઠવા, વાસ્મોના યુનિટ મેનેજર જે. પટેલ સહિતના સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

શું સ્ટારપ્લસની ‘તેરી મેરી દોરિયા’ માંથી અંગદ અને સિરાતના લગ્ન બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નથી પ્રેરિત છે?

ProudOfGujarat

સુરત માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને MY હોસ્પિટલના સંયુક્તક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ રાહત દરે યોજાયો.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૬ કિલોમીટરના માર્ગનું ફોરલેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!