Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા જીલ્લાના ખેડૂતોને હાર્વેસ્ટર ફાળવા માટે કરાઈ રજુઆત.

Share

ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ ખેડૂતોના હિતમાં વિવિધ જોગવાઈઓ થાય તેવી કાર્યવાહી કરેલ છેગોધરા તાલુકાના ખેડૂતો દ્વારા સરકારી સાધનની સહાય મેળવવા આઈ ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી રહ્યા છે અને ઓનલાઈન અરજી મારફતે પારદર્શિતાથી સરકારી સહાય મેળવી રહેલ છે. રાજ્ય સરકાર ખેતીવાડી યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં હારવેસ્ટરની ફાળવણી ખુબ જ ઓછી છે. અને ઘણા સંજોગમાં એક કે બે નું લક્ષ્યાંક હોય છે. જિલ્લામાં સાત તાલુકા છે તેવા સંજોગોમાં દરેક તાલુકામાં *બે હારવેસ્ટર* આપવામાં આવે તો ખેડૂતોને ખુબ જ સરળતા રહે રહે તેમ હોઈ બજાર સમિતિ ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલને લેખિત રજુઆત કરેલ છે. ગોધરા તાલુકાના મુખ્ય પાકમાં ડાંગર, ચણા સોયાબીન, ઘઉં રહે છે. પરંતુ તાલુકામાં સરકારી સહાયથી કોઈ હારવેસ્ટર નથી. તેવા સંજોગોમાં ખેતીમાં મુશ્કેલી રહે છે. અને ગોધરા તાલુકામાં કોઈ હારવેસ્ટર સરકારી યોજનામાં મળેલ નથી. જેથી ખેડુત હિતમાં ગોધરા તાલુકાને *ખાસ કિસ્સામાં હારવેસ્ટર* આપવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજયકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી. એ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરી કરનાર ઈસમને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 8 લાખ કયુસેક પાણી છોડાશે જેથી નર્મદા નદીની સપાટી વધશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!