Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રાથમિકશાળાના બાળ વિજ્ઞાનીઓએ બનાવી “ડીઝીટલ ડસ્ટબીન”

Share

રાજુ સોલંકી ગોધરા
દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી સ્વચ્છતા અભિયાનથી પ્રેરણા મેળવી પંચમહાલ જીલ્લાની મોરવા હડફની
દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ડીઝીટલ ડસ્ટબીનની કૃત્તિ બનાવીને પ્રદર્શિત કરી હતી.જેને સતત દસમી વખત તાલુકાકક્ષાએ પ્રથમ નંબર મેળવીને શાળાનું ગૌરવ વધાર્યુ છે.

Advertisement

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળાના બાળ વૈજ્ઞાનિકોએ તાલુકા કક્ષાના સંતરોડ ખાતે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શન ભાગ લીધો હતોજેમાં તેઓ દ્વારા ડિજિટલ ડસ્ટબીન ઇમરાન શેખના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી હતી.
આ ડસ્ટબીનમાં તેઓ દ્વારા રજુ કરવામાં આવ્યું કે કચરો નાખનાર વ્યક્તિને પણ વળતર મળશે.ત્યારે આ બાળકોનો આ વિચાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.જેમાં બાળવૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના શિક્ષક ઇમરાન શેખના માર્ગદર્શન હેઠળ એક સેન્સર લગાવવામાં આવ્યું છે અને હાલ તેઓએ પોતાના ઓળખકાર્ડ બનાવ્યા છે.આ ઓળખકાર્ડને આ સેન્સર સામે રાખવામાં આવશે તો સેન્સર તે રીડ કરશે અને તરત જ ડસ્ટબીન નું ઢાંકણ ખુલી જશે અને સાથે કચરો નાંખનાર વ્યક્તિના ડેટા તેમાં રાખેલી સર્કિટમાં સેવ થશે .સરકાર આ કચરાનો જ્યારે પણ નિકાલ કરી રિસાયકલ કરી તેમાંથી જે ઉપજ થશે તેના 75% રકમ કચરાપેટીના નિભાવ ખર્ચ પેટે વાપરશે જ્યારે તેમના 25 % રકમ કચરો નાખનાર વ્યક્તિના ખાતામાં જમા કરે તો કચરો નાખનાર વ્યક્તિ આ કચરો કચરાપેટીમાં જ નાખવા માટે પ્રેરાશે.તેવો એક ઉમદા વિચાર આ વૈજ્ઞાનિકો દ્વારા કચરાના નિકાલ અંગે ડીઝીટલ ડસ્ટબીન બનાવીને રજુ કર્યો હતો.
આ કૃતિએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી હવે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે.સતત દસમી વખત જિલ્લા કક્ષાએ ભાગ લેવાની ખુશી સાથે ત્યાં પણ સારો પ્રતિસાદ મળશે તેવો ભાવ બાળવૈજ્ઞાનિકોએ રજુ કર્યો હતો.


Share

Related posts

પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની ટ્રાયબલ બચાવો સમિતિએ મુલાકાત લીધી.

ProudOfGujarat

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં HIV ના દર્દીઓને કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં દોરા ગામ ખાતે પિતા-પુત્ર વચ્ચેનાં ઝઘડામાં છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી હત્યા કરવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!