Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોંડલની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની સજા.

Share

શહેરમાં દિવસેને દિવસે ગુના વધતા જઈ રહ્યા છે. લોકોમાં જાણે પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેમ ગુના આચરતા હોય છે. શહેરમાં કાયદા વ્યવસ્થા ખાડે ગઈ હોય તેમ લાગે છે. ત્યાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલની રહેવાસી ૧૫ વર્ષની સગીરા પર ગોંડલના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જેનો કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે ગુનેગારને ૨૦ વર્ષની સજા ફટકારી છે.

મળતી માહિતી મુજબ ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી બળજબરી પૂર્વક ગોંડલના રહેવાસીએ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ પોલીસ પાસે ગુનો નોંધાવી કાર્યવાહી કરી હતી અને કોર્ટમાં કેસ ચાલતા જજે તેને ૨૦ વર્ષની સજા ફટકારી છે. આરોપી પ્રશાંત ઉર્ફે પિયુષ વિનોદભાઇ બાવળીયાને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ ગોંડલની પોકસો કોર્ટે કર્યો છે. આરોપી સગીરાને ગઇ તા. ૧૦-૦૩-૨૨ રોજ ગોંડલ ભગવતીપરા મુકામેથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ અને અવાર નવાર બળજબરીપુર્વક સંભોગ કરેલ અને ત્યારબાદ ભોગ બનનારે માતાને જાણ કરતા આરોપી સામે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. આરોપીની ધરપકડ બાદ ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ૮ સાક્ષીઓને તપાસવામાં આવેલ. કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલની દલીલોને લક્ષમાં રાખી જજે પોકસો કોર્ટએ આરોપી પ્રશાંત ને ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ″વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચ″ નો શુભારંભ કરાયો

ProudOfGujarat

લીંબડીના સૌકા ગામના યુવાનો રજુઆત કરવા માટે ધારાસભ્ય પાસે પહોંચ્યા.

ProudOfGujarat

એકતા નગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એકમ એસ. ઓ.યુ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!