Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોંડલમાં પીજીવીસીએલમાં કામ કરતા શ્રમિકને કરંટ લાગતા મોત

Share

ગોંડલ તાલુકાના લીલાખા સબસ્ટેશન ખાતે પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા શ્રમિક યુવાન મેન્ટેન્સ કામ કરતી વેળાએ 12 મીટર ઊંચા ગડર પોલ ઉપર કરંટ લાગતા તેનું નિપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, યુવાનને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું ? કે અન્ય કોઈપણ કારણ તે અંગે પીએમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના લીલાખા ગામે સબ સ્ટેશન માં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા માલીવાડ અજીતકુમાર અજમલભાઈ (ઉ.વ.19) રહે. હાલ ચરખડી મૂળ. ગોધરાવાળા યુવાન 12 મીટર પોલ ઉપર કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું તેના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ તકે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોરી આવ્યા હતા પીજીવીસીએલના નાયબ એન્જિનિયર એચડી મોરી એ જણાવ્યું હતું કે ધટના દુ:ખદ પૂર્ણ બની છે, કોન્ટ્રાક્ટરના સાત માણસો અને પીજીવીસીએલના પણ અન્ય છ સાત કર્મચારીઓ એક સાથે લીલાખા પાસે 11 કેવી લાઈનમાં મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. દરમિયાન ઉપરોક્ત યુવાનનું મોત નીપજ્યું હતું. હાલ તેને વીજ કરંટ લાગવાથી મોત થયું છે કે અન્ય કોઈ કારણોસર તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ફલિત થશે. આ તકે કોન્ટ્રાક્ટર સ્ટાફે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લીલાખા સબ સ્ટેશન ખાતે શટ ડાઉન જાહેર કરાતા 8 ફીડર શટ ડાઉન કરવામાં આવ્યા હતા, અને ફીડર શટ ડાઉન મોડમાં હતા તો સબ સ્ટેશનમાં પાવર સપ્લાય ક્યાંથી આવી તે તપાસનો વિષય બની ગયો છે. આ ઘટનાની તપાસ ચલાવી રહેલ તાલુકા પોલીસના જમાદાર અલ્પેશભાઈ દામસીયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં યુવાનને વીજ શોટ લાવ્યો હોવાનું જ બહાર આવ્યું છે વધુ માહિતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં છે… જાણો.

ProudOfGujarat

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઝઘડીયાનાં પડવાણીયા ખાતે વિદેશી દારૂ પકડાયો.

ProudOfGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!