Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજયમાં માવઠાની અસરને પગલે ઠંડીનો ચમકારો….

Share

રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. સતત બે દિવસથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠડીમાં વધારો થઈ શકે છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદનાં કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.

4 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાનો છે પરંતુ હાલ ગુજરાતના દરેક શહેરનો પારો ગગડ્યો છે. રાજ્યમાં પાટનગર, ગાંધીનગર સહિત ઘણા જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે પારો જોરદાર રીતે ગગડ્યો હતો. રાજ્યમાં આજે પણ કાતિલ ઠંડી સાથે પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. કમોસમી વરસાદથી મગફળી, રવીપાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. ગુરૂવારે રાજ્યના કુલ 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં સર્જાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે. આ કારણોસર 3 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર વધ્યુ છે.

Advertisement

Share

Related posts

સોલા સિવિલમાં જીવનું જોખમ લાગતા, હાર્દિકે હોસ્પિટલ બદલી SGVPના ICUમાં દાખલ થયો, ટેસ્ટ ફરી કર્યા..

ProudOfGujarat

ભાવનગરનાં ગારિયાધારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા 6 શખ્સ ઝડપાયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રની કામગીરી શરૂ કરવાની મંજૂરી આપતો હુકમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!