Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં RTE હેઠળ શાળામાં પ્રવેશ માટે 82 હજારથી વધુ જગ્યાઓ સામે 98 હજાર અરજીઓ મળી

Share

પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. આ વર્ષે પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે.શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.

1291 જેટલા એડમીશન રદ્દ કરવામાં આવ્યા
આર.ટી.ઇ. હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ 1291 જેટલા એડમીશન રદ્દ કરવામાં આવ્યા છે. બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે ચાલી છે. જેમાં આગામી શૈક્ષણિક વર્ષ 2023-24માં 9863 જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં 25 ટકા મુજબ 82853 જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ 98650 અરજીઓ મળી છે.તે પૈકી પ્રથમ રાઉન્ડમાં 54903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 48890 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.

Advertisement

વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો
પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી 1130 જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ તા. 29/05/2023 સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.05/06/2023 સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે.

4 રાઉન્ડ બાદ એકદંરે 64395 વિદ્યાર્થીઓને પ્રવેશ
પ્રવેશ પ્રક્રિયાના 4 રાઉન્ડ બાદ એકદંરે 64395 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ 3000 લેખે રૂ. 140.41 કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. જ્યારે શાળાઓને 13675 લેખે ફી પરત ચુકવણી પેટે રૂ. 521.92 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 30127 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની 14546 અંગ્રેજી માધ્યમની12466 હિન્દી માધ્યમની 2828 તથા અન્ય માધ્યમની 287 જગ્યાઓનો સમાવેશ થાય છે.


Share

Related posts

નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીના ઉપયોગથી અમદાવાદ જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ કરાયુ

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન રોકવા મુખ્યમંત્રીને સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામના બોમ્બે ફળિયામાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!