Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો

Share

16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પીડિતાના 28 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપતા પીડિતાને મોટી રાહત થઈ છે. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગર્ભપાતની અરજી અમદાવાદના અનાથ આશ્રમના મહિલા કર્મચારી દ્વારા કરાઈ હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બીજી તરફ આ કેસ સંદર્ભે આરોપી સામે પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપતા મહત્વના અવલોકન કર્યા હતા. જે અંગે કોર્ટે કહ્યું કે, પીડિતાએ ઓપરેશન માટેની હોસ્પિટલમાં જરૂરી બાંહેધરી આપવી પડશે. કોર્ટે મહત્વની ટીપ્પણી કરતા એવું પણ કહ્યું કે જો ગર્ભપાત સમયે બાળક જીવિત નીકળે છે તો તેની તમામ જવાબદારી હોસ્પિટલ અને સરકાર ઉઠાવશે. બાળક જીવિત નીકળે છે તો આગળ ભવિષ્યમાં તેમની ભારણ પોષણની તમામ જવાબદારી પણ સરકારી એજન્સીઓની રહેશે. એક 16 વર્ષીય અનાથ સગીરાના 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ રાહીલ જૈન દ્વારા અરજી કરવામાં આવી હતી. જેને જજ વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ અરજી અમદાવાદના અનાથ આશ્રમના મહિલા કર્મચારી દ્વારા કરાઈ હતી.

Advertisement

Share

Related posts

મસ્તિષ્ક પર ખરાબ અસર પાડી રહ્યું છે વાયુ પ્રદૂષણ, બાળકો થાય છે સૌથી વધુ પ્રભાવિત.

ProudOfGujarat

સુરત કડોદરા રોડનાં વરેલી ગામ પાસે પરપ્રાંતીય મજૂરોએ વાહનો સળગાવી તોફાન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકાની સરકારી સી.પી.સી. મ્યું.ડીપેન્સરી ખાતે પી એમ કરાવા લાવેલા ડેડ બોડી એમના પરિવાર જનો ને આપવાની કલાકોની હેરાનગતિ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!