Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં કોરોના વાઇરસના ત્રણ કેસ પોઝિટિવ : રાજકોટ- સુરત પછી અમદાવાદમાં 1 કેસ નોંધાયો.

Share

રાજકોટ-સુરત બાદ અમદાવાદના પ્રહલાદનગરમાં અમેરિકાથી આવેલી યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે, જોકે આ મામલે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સેટેલાઈટ વિસ્તારમાં રહેતી આ યુવતી અમેરિકાના ન્યૂયોર્કથી એક અઠવાડિયા પહેલાં જ પરત આવી હતી. તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં સુરત અને રાજકોટમાં પણ 1-1 કેસ પોઝિટિવ મળતાં લોકોમાં ડર ફેલાઇ ગયો છે. અમેરિકાથી એક અઠવાડિયા પહેલાં પરત આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવવાથી ફફડાટ મચ્યો છે. શહેરમાં આવ્યાનાં 2 દિવસ બાદ તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તેનો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો, તેનો લેબ રિપોર્ટ પુણે મોકલાયો હતો અને ગઈકાલે પુણેથી રિપોર્ટ આવ્યો હતો, આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, હાલમાં તેના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે.
સૌજન્ય : અકિલા ન્યુઝ

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસે પોઇચા પાસે કારમા આવતા વિદેશી દારૂ સાથે બેની અટકાયત કરી,એક ફરાર 

ProudOfGujarat

ભરૂચમાં રાજકારણ ગરમાયું, ભાજપ સાથે છેડો ફાડી 100 થી વધુ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

ભરૂચ પોલીસે માત્ર ૩ જ દિવસમાં જાહેરનામા ભંગના ૭૦૮ કેસ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!