Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાજતે ગાજતે શરૂ કરેલ વેક્સિનેશન મહાઅભિયાનને રાજ્યમાં બ્રેક લાગી : 6 દિવસમાં 50 ટકાથી વધુને ઘટાડો.

Share

કોરોના સામેના જંગમાં હાલ તો રસી જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે 21 જૂનથી ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે. વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત મહત્તમ લોકોને રસીના કવચથી સલામત કરવાનો હેતુ છે. આ અંતર્ગત પ્રથમ દિવસે 5 લાખ 11 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોકે ત્યારબાદ રસીકરણમાં ધીમે- ધીમે ઘટાડો થયો અને 27 જૂનના રસીકરણ ઘટીને 2 લાખ 40 હજાર નોંધાયું છે.

આમ, છ દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અનેક વેક્સિનેશન સેન્ટર બહાર પણ ‘વેક્સિનનો સ્ટોક નથી’ તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.અપૂરતી વેક્સિનથી ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં બ્રેક લાગી ગઇ છે. રવિવારના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 20 હજાર 100 લોકોને, સુરત શહેરમાં 13 હજાર 960, કચ્છમાં 10 હજાર 825, સુરત ગ્રામ્યમાં 9 હજાર 619 અને નવસારી શહેરમાં 9 હજાર 613 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

Advertisement

તો ગુજરાતના છેવાડાના એવા ડાંગ જિલ્લામાં માત્ર 557 અને ખેડા જિલ્લામાં 656 લોકોને જ રસી મળી છે.ગુજરાતમાં અત્યારસુધી 2 કરોડ 48 લાખથી વધુ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. જેમાં 1.35 કરોડ પુરુષ અને 1.13 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં મહિલા અને પુરુષ વચ્ચે રસીકરણમાં ખૂબ જ મોટો તફાવત છે.

ગુજરાતમાં કરવામાં આવેલા રસીકરણ પૈકી 18-44 વયજૂથમાંથી 95.03 લાખ, 45-60 વયજૂથમાં 84.06 લાખ, 60થી વધુ વયજૂથમાં 69.94 લાખ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે.અત્યારસુધી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 28.45 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે.

અમદાવાદ શહેરમાંથી 23.20 લાખ લોકો પ્રથમ ડોઝ અને 5.25 લાખ લોકો રસીના બંને ડોઝ લઇ ચૂક્યા છે. બીજી તરફ ડાંગમાં માત્ર 58 હજાર 42 લોકોને કોરોના રસી અપાઇ છે. અત્યારસુધી કોવિશિલ્ડ વેક્સિન લેનારાનું પ્રમાણ 2.19 કરોડ અને કોવેક્સિન લેનારાનું પ્રમાણ 29.16 લાખ છે.


Share

Related posts

વડોદરામાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો

ProudOfGujarat

હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!