Proud of Gujarat
INDIAFeaturedGujarat

હૈદરાબાદ : ઝોમેટો બોયે સાઈકલ પર સુપરફાસ્ટ સ્પીડથી પહોંચાડયો ચા નો ઓર્ડર : ઈનામમાં મળી શાનદાર બાઈક.

Share

તેલંગણાના હૈદરાબાદથી દલિયાદિલીનો એક કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે એક વ્યક્તિએ ઝોમેટો ડિલિવરી બોયને બાઈક અપાવવા માટે 73 હજાર રૂપિયાનું ફંડ ભેગુ કર્યું અને તેને બાઈક ભેટમાં આપી. આ મામલો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે જણાવવાનું કે હૈદરાબાદના કોટી વિસ્તારમાં રહેતા રોબિન મુકેશે 14 જૂનના રોજ ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ચાનો ઓર્ડર આપ્યો હતો.

આ ઓર્ડર ડિલિવરી બોય મોહમ્મદ અકીલને મળ્યો હતો. રોબિન મુકેશ એક આઈટી કંપનીમાં કામ કરે છે. રોબિન મુકેશે જણાવ્યું કે હાલ તે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. રાતે લગભગ 10 વાગે તેમણે એક ચાનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર ડિલિવરી બોય મોહમ્મદ અકીલને મળ્યો હતો. જે ઓર્ડર આપ્યાના 15 મિનિટની અંદર તો મારા એપાર્ટમેન્ટની નીચે હતો. તેણે મને ફોન કર્યો કે સર હું પહોંચી ગયો છું. હું તેની ઓર્ડર પહોંચાડવાની સ્પીડ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેમણે વધુમાં કહ્યું કે ત્યારબાદ હું સીડી ઉતરીને નીચે ગયો અને ત્યાં એક યુવાન ડિલિવરી બોયને જોયો. તેનું નામ મોહમ્મદ અકીલ હતું. મે નીચે જઈને જોયું તો તે એક સાઈકલથી આવ્યો હતો. તે વખતે વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ પલળવાની પરવા કર્યા વગર અકીલ 15 મિનિટની અંદર મારો ઓર્ડર લઈને આવ્યો. મારો ઓર્ડર સમયસર પહોંચાડવા માટે તેણે ખુબ ઝડપથી સાઈકલ ચલાવી. રોબિને કહ્યું કે અકીલે તેને જણાવ્યું કે તે છેલ્લા એક વર્ષથી ડિલિવરી બોયનું કામ કરે છે. તે પોતાની સાઈકલ પર સવાર થઈને લોકોના ઓર્ડર પહોંચાડે છે. ત્યારબાદ રોબિને અકીલનો એક ફોટો પાડ્યો અને તેને ફેસબુક પર અપલોડ કર્યો. રોબિને લોકોને અકીલ માટે બાઈક ખરીદવા મદદ માંગી.

Advertisement

જોત જોતામાં તો 12 કલાકની અંદર અકીલની બાઈક ખરીદવા માટે 73 હજાર રૂપિયા ભેગા થઈ ગયા. તે પૈસામાંથી રોબિને અકીલ માટે ટીવીએસ એક્સએલ બાઈક ખરીદી. ફંડમાંથી વધેલા 5 હજાર રૂપિયા પણ રોબિને અકીલને તેની કોલેજ ફી માટે આપી દીધા.


Share

Related posts

માંગરોળ : સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર- ગોરધા -વડ ઉદવહન સિંચાઇ યોજનામાં વિસ્તરણની કામગીરીનો ખાતમુહૂર્તનો કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચના લુવારા ગામ પાસે કેનાલમાં 7 ફૂટનો અજગર દેખાતા નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!