Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી હરિ બાવા સેવક સંધ ગુજરાત તરફથી માહ્યાવંન્સી સમાજના જરૂરિયાતમંદ બાળકોને મફત નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી હરિ બાવા સેવક સંધ ગુજરાત તરફથી માહ્યાવંન્સી સમાજના જરૂરિયાતમંદ બાળકોને મફત નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નાયલોન કોલોની કુંવારદા મુકામે મસ્તરામ બાપાના મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી હરિબાવા સેવક સંધની યાદી જણાવે છે કે માહ્યાવંશી સમાજના જરૂરિયાતમંદ બાળકોને નોટબુક નંગ 8.8 નું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હાંસોટ તાલુકાના ઓભા, સુણેવ કલ્લા, ધમરાડ, ઇલાવ, હાંસોટ, ખરચ, આમોદ, પાંજરોલી, માંગરોળ તાલુકાના કોસંબા, કુંવારંડા, નાયલોન કોલોની, કે. પી. પાર્ક. તરસાડી, લીબાડાં, અંકલેશ્વર તાલુકાના સજોડ, ઓલપાડ તાલુકાના વેલુજા, માંડવી તાલુકાના નરોલી ગામના 53 બાળકોને નોટબુક વિનામૂલ્યે આપવામાં આવી છે. માહ્યાવંશી સમાજના ઇષ્ટ દેવ આરાધ્ય દેવ સદગુરુ દેવ શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને ગુણગાન ગામે ગામ શહેરોમા તેમજ આ દેશથી પરદેશ સુધી પ્રચાર અને પ્રસાર થાય. ભાવિ પેઢી હરિબાવા ગોસાઈના મહિમાની જાણકારીથી વાકેફ થાઈ તે માટે વિદ્યારૂપી નોટબુકનું વિતરણ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સુરત : દેશમાં “ડ” વર્ગની નગરપાલિકામાં માંડવીની આગવી ‘સિટીઝન સ્માર્ટકાર્ડ’ યોજના…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગેસ લીકેજના મુદ્દે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરતું જિલ્લા કોંગ્રેસ*

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખેડૂત બચાઓ દેશ બચાઓ સંદર્ભે એક મિટિંગનું આયોજન કરાયું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!