Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ રાત્રે શરુ થશે, યુરોપ, મધ્ય એશિયા સહિત કેટલાક ભાગોમાં જોઈ શકાશે

Share

વર્ષ 2023 નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે રાત્રે શરુ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને વિશ્વના અમુક દેશોના લોકો જ આ ખગોળીય ઘટનાના સાક્ષી બની શક્શે. આ અગાઉ વર્ષનું પહેલુ સુર્ય ગ્રહણ થયુ હતું જે ભારતમાં જોવા મળ્યુ ન હતું. ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં જેથી તેનો સુતક સમયગાળો રહેશે નહીં.

વર્ષ 2023 માં કુલ 4 ગ્રહણ થવાના છે. તેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. પ્રથમ સૂર્યગ્રહણ થયું છે. આ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થયું હતું, જે ભારતમાં દેખાતું ન હતું. હવે પ્રથમ સૂર્યગ્રહણ બાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે થશે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજરોજ થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 8.45 વાગ્યે શરૂ થશે અને 1 વાગ્યે પૂર્ણ થશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે પરંતુ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સુતક સમયગાળો રહેશે નહીં.

Advertisement

આ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડતો નથી, તેનો પડછાયો પૃથ્વી પર પડે છે, તેને છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણ પહેલા ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયાને માલિન્યા કહેવામાં આવે છે. જે પછી ચંદ્ર પૃથ્વીના વાસ્તવિક પડછાયામાં પ્રવેશ કરે છે અને પછી ગ્રહણ થાય છે. ચંદ્રનો પડછાયો ખૂબ જ અસ્પષ્ટ દેખાય છે જે સામાન્ય રીતે જોઈ શકાતો નથી. આ ગ્રહણને જ છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ કારણે આ ગ્રહણ દરેક જગ્યાએ જોવા મળશે નહીં. આ ચંદ્રગ્રહણ યુરોપ, મધ્ય એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોઈ શકાશે.

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ પ્રક્રિયામાં એક સમય એવો આવે છે જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક જ રેખામાં આવે છે. આ દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, પરંતુ ચંદ્ર સુધી પહોંચતો નથી. આ ઘટનાને ખગોળીય ઘટના તરીકે ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ટ્રાયબલ સબપ્લાન માંડવીના સહયોગથી વિવિધ સાધનોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરત સાયબર ક્રાઈમ પોલીસે બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી, સાઇબર ક્રાઇમથી બચવા QR કોડથી આપશે ટિપ્સ!

ProudOfGujarat

ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!