Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં અણખી ગામ નજીક આવેલ એરટેલ મોબાઈલ ટાવર નીચે કેબિનમાં પતરું તોડી તેમાં રાખેલ 24 બેટરી કિંમત 1,24,000 ની મત્તાની કોઈ ચોર ઇસમો ચોરી કરી ગયેલ જેની તપાસ સંધર્ષે જંબુસર પોલીસને સફળતા મળી અને ચાર વ્યક્તિની ધરપકડ કરી.

Share

જંબુસર તાલુકાનાં અણખી ગામ નજીક આવેલ એરટેલ મોબાઈલ ટાવર નીચે કેબિનમાં પતરું તોડી તેમાં રાખેલ 24 બેટરી કિમત 1,24,000 ની મત્તાની કોઈ ચોર ઇસમો ચોરી કરી ગયેલ જેની તપાસ જંબુસર પી.આઈ. ચલાવી રહ્યા હતા. જે સંધર્ષે જંબુસર પોલીસને સફળતા મળી અને સુરતથી ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી.
ગતરોજ અણખી ગામની સીમમાં આવેલ એરટેલ મોબાઈલ ટાવર ખાતે આવેલ વીજપવારના કેબિનના પાછળના ભાગે પતરું તેમાં રાખેલ 600 એ.એચ. ના 24 સેલ જેની કિમત 1,24,000/- ની મત્તાની ચોરી થયેલ જે અંગેની ફરિયાદ જંબુસર પોલીસ મથકે સંજયસિંહ ગણેશસિંહ રાજપૂતે નોંધાવી હતી જેની તપાસ જંબુસર પી.આઇ.બી.એમ.રાઠવા ચલાવી રહ્યા હતા. સુરત ખાતે અન્ય ગુનામાં ડી.સી.બી એ ઝડપી પાડેલ ચાર ઈસમોની પૂછપરછ કરતાં તેઓએ અણખી નજીક એરટેલ મોબાઈલ ટાવર કેબિનમાં રાખેલ 24 સેલ અમરરાજા 600 એ.એચ.ની ચોરી કર્યા હોવાની કબૂલાત કરતાં સુરત ડી.સી.બીએ જંબુસર પોલીસ મથકનો સંપર્ક સાધતાં જંબુસર પોલીસ સ્ટાફ દ્વારા તા.3/10/19 ના રોજ ચાર આરોપીઓને સુરત ખાતેથી ટાટા સુપર એસ ટેમ્પા સાથે લાવવામાં આવ્યા છે. જેમાં 1) રતનલાલ ચાંદમલ ખટિક ઉ.વ.19 રહે. કાશી નગર સોસાયટી ઉધના સુરત, 2) જાન મહમદ ઉર્ફે જાનુભાઇસુલેમાન મલેક ઉ.વ.31 રહે. નુરાની એપાર્ટમેન્ટ, ચોકબજાર સુરત 3) ચેતનલાલ બાબુલાલ પ્રજાપતિ ઉ.વ. રહે. અંબાનગર સોસાયટી, સોસીયો સર્કલ પાસે સુરત 4) પ્રભુરામ બાલુરામ શર્મા ઉ.વ.26 રહે.સેંટર પાર્ક સોસાયટી પાંડેસરા, જી.આઈ.ડી.સી સુરત નાઓની અટક કરવામાં આવી છે. ચોરીના ગુનામાં ઝડપાયેલ ચાર આરોપીઓની વધુ તપાસ જંબુસર પી.આઇ. ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાનાં લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરનાં લાકડા ભરેલ બોલેરો પિકઅપ ઝડપાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લો કોરોના મુક્ત બનવાનું નામ જ નથી લઈ રહ્યું ભરૂચમાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 40 પર પહોંચ્યો.

ProudOfGujarat

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!