Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં દહેગામ ગામે તળાવની પાળ પર આવેલ સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવ્યા.

Share

જંબુસર તાલુકાનાં દહેગામ ગામે તળાવની પાળ પર ૧૧ જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણો કર્યું હતું .તેને આજરોજ કાવી પોલીસ સ્ટેશન તેમજ અધિકારીઓની હાજરીમાં દૂર કરવામાં આવ્યું હતું.

આજરોજ દહેગામ ગામે સવારે અગિયાર વાગ્યાની આસપાસ તળાવની પાળ પર જે લોકોએ સરકારી જગ્યા પર દબાણ કર્યું હતું તેને દુર કરવામાં આવ્યું હતું. ટોટલ ૧૯ દબાણોની અરજી મંજુર થયેલી હતી એમાંથી આજે ૧૧ લોકોના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.બાકી ૮ જણાંને કોર્ટ તરફથી સ્ટ્રે આપવામાં આવ્યો છે. એમનો જયારે પણ નિકાલ આવશે ત્યારે એ દબાણ પણ દુર કરવામાં આવશે.મોટી સંખ્યામાં આજરોજ દહેગામ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ગામનાં સરપંચને સાથે રાખી ગેરકાયદેસર દબાણો દૂર કરાવ્યામાં આવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામે કન્ટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા.

ProudOfGujarat

ભરૂચ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!