Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ નગર પાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૫/૦૯/૨૦૨૧ ના બુધવારના રોજ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.

શક્તિનાથ અંદર ગ્રાઉન્ડ સંપ અને પાણીની ટાંકીની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ ૧૬/૦૯/૨૦૨૧ થી આ જથ્થો રાબેતા મુજબ શહેરી જનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની શક્તિનાથ પાણીની ટાંકી થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવા આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડમાં ટીવી સિરીયલના હંસ રાજપૂતે મચાવી ધૂમ, ગરબા ખેલૈયાઓ સાથે ઝુમી ઉઠ્યા..

ProudOfGujarat

ભરૂચ માં હાહાકાર મચાવનાર ટ્રિપલ મર્ડર નો મામલો…!!જાણો વધુ……

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં જાવલી ગામનાં લોકો પ્રત્યે માનવતા દાખવતા રાજ્ય સભાનાં સાંસદ અહેમદ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!