Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરાઈ

Share

જામનગર મહાનગરપાલિકામાં આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની ટર્મ પૂરી થતી હોય, આજે શાસક જૂથ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, આ વર્ષે એસ.સી. અનામત હોય આથી મેયર તરીકે વિનોદભાઈ નાથાભાઈ ખીમસુરીયાની ભારતીય જનતા પાર્ટીએ શહેરના પ્રથમ નાગરિક મેયર તરીકે પસંદગી કરી છે, આ ઉપરાંત ડેપ્યુટી મેયરનું પદ મહિલા ઉમેદવારને આપવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવતા વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર અને પક્ષના જુના કાર્યકર્તા એવા ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢાની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે,

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામમાં અનેક અવઢવ થયા બાદ છેલ્લી ઘડીએ વોર્ડ નંબર 9 ના મજબૂત વોટબેંક ધરાવતા નિલેશભાઈ કગથરાની મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે, ઉપરાંત આશિષભાઈ જોશીની શાસક જૂથના નેતા અને વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર કેતનભાઇ જયંતીભાઈ નાખવાની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે, આ તમામ નવનિયુક્ત જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો- સિનિયરો એ ઢોલ- નગારા અને ફુલહારથી સ્વાગત કરી મોં મીઠા કર્યા હતા, આજે જામનગર મહાનગરપાલિકામાં પદાઅધિકારીઓની વર્ણી બાદ પ્રથમ નાગરિક મેયરની અધ્યક્ષતામાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જનરલ બોર્ડની મીટીંગ મળી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાની બીજી લહેર બાદ ઓસારા મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

નડિયાદના દાવડા-દેગામની યુનીશન પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ.

ProudOfGujarat

ભરૂચની ખાનગી લેબોરેટરીઓમાં RTPCR નાં ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો લાગી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!