Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાયો.

Share

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો, ભિક્ષુકોને સમજાવીને સીટી બસ દ્વારા હાપા ખાતેના શેલટર હોમમા શિફ્ટ કરવા માટે તા-23/12/22 થી દરરોજ રાતના દસથી બાર દરમિયાન નાઈટ ડ્રાઇવ કરવામા આવે છે જેમા એસ્ટેટ ઓફિસર નિતીન દીક્ષિત, સિક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાળી તથા તેમની ટીમ, દબાણ નીરીક્ષક યુવરાજસિંહ ઝાલા તથા તેમની ટીમ તેમજ યૂસીડી ના મેનેજર વિપુલ વ્યાસ દ્વારા તા-27/12/22 ના પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના અર્જુનસિંહ દ્વારા લગત એજન્સી મારફત સીટી બસની વ્યવસ્થા કરવામા આવેલ છે. આ નાઈટ ડ્રાઇવમા આજરોજ ૧૦ જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમા આશ્રય આપવામા આવેલ છે. તેમજ તા. ૨૩/૧૨/૨૨ થી તા.૨૭/૧૨/૨૨ સુધીમાં કુલ ૪૬ જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમા આશ્રય આપવામા આવેલ છે.

જામનગર મહાનગર પાલિકાના આ માનવતાવાદી અભિયાનમા જામનગરની સેવાભાવી સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દતાણી,રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના, ભાવેશભાઈ દતાણી, ભાવેશભાઈ તન્ના, વિરલભાઈ સોની, અનિલભાઈ ચાવડા તથા વાળા ભાઈ વકાતર પણ સંસ્થાની મોબાઇલ વેન સાથે મહાનગર પાલિકાની ટીમ સાથે જોડાઈને સહયોગ આપેલ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં AMC ના કર્મચારી પર હુમલો કરનાર આરોપી સામે એટ્રોસીટી અંતર્ગત કેસ દાખલ કરાયો

ProudOfGujarat

લીંબડી ધંધુકા હાઈવે પર ભોગાવા નદીના બ્રિજ પર રખડતાં ઢોરને કારણે વાહનચાલકોને મુશ્કેલી.

ProudOfGujarat

મોટુ પતલુ લેખક નીરજ વિક્રમ કહે છે, “પાત્રોને બદલ્યા વિના શોને વિકસાવવો મહત્વપૂર્ણ છે”.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!