Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૂનાગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકબીજા પર 20થી વધુ ફાયરિંગ, વાહનોની તોડફોડ

Share

 
જૂનાગઢ: જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામ સામે થયેલા ગોળીબારમાં છ લોકોને ઇજા થઈ છે. કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરાઈ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ બંને જૂથ વચ્ચે 20થી વધુ રાઉન્ડ ગોળીબાર થયા હતા. બે દિવસ અગાઉ રાજકોટ-જૂનાગઢ હાઈવે પર એક કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. આ બનાવને લઈને સિવિલ હોસ્પિટલમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. બોલાચાલી થઈ હતી પરંતુ ત્યારબાદ વાત વણસી હતી. બંને જૂથ દ્વારા એકબીજા પર ગોળીબાર કરાયો હતો. ત્રણ વ્યક્તિને ઇજા થઈ છે જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના સ્થળેથી 11 ફૂટેલા કારતૂસ જ્યારે 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. દુકાનના શટર પર ફાયરિંગના નિશાન પણ જોવા મળ્યા હતા…સૌજન્ય D.B

Advertisement

Share

Related posts

તોઉ-તે વાવાઝોડું વધુ તાકાતવર બનતા ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંથારીયા ખાતે ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

ProudOfGujarat

કેવડિયાના ભૂતયાદરા ગામ પાસે ફોર લેન રોડ બનાવતી કંપનીના ડામર પ્લાન્ટમાં સૉર્ટ-સર્કીટથી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!