Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Share

જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓને સરકારના નિયમો અને કાયદા પ્રમાણે કામ કરી પ્રજાના પ્રશ્નોને હલ કરવાની દિશામાં કામ કરવા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન, જમીન ક્ષેત્રફળ સુધારો કરવા બાબત, દબાણ દૂર કરવા બાબત, રહેઠાણના પ્રમાણપત્ર, જમીન સર્વે – માપણી કરવાને લગતા પ્રશ્નો, ખેડૂત સન્માન નિધિના લાભાર્થીઓને લગતા પ્રશ્નો, ગેરકાયદેસર બાંધકામ દૂર કરી આપવા બાબત, કડિયા કામ માટે સેન્ટીંગ સામાન માટે સહાય સહિત કુલ – 14 પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ થયા હતા. જેમાં છ અરજદાર હાજર રહ્યા ન હોઇ 8 પ્રશ્નોનો ઉપસ્થિત અધિકારીઓએ અરજદારોને હકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, ડી.આર.ડી.ઓના ડાયરેક્ટર સી.આર.રાણા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ મામલતદાર, તાલુકાના અધિકારીઓ તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બ્લેક પિંક અને કાઈલી જેનરની મમ્મીને પછાડી, ઈન્સ્ટાગ્રામ પર 47.5 મિલિયન ફોલોઅર્સ.

ProudOfGujarat

અંકલેશ્વર – જ્યોતિ ટોકીઝ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચમાં ગુરુનાનક જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!