Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટીની ત્રીજી સમીક્ષા બેઠક યોજાઇ.

Share

ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટી ૨૦૨૨-૨૩ ની ત્રીજી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન ફૂડ સેફ્ટી અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમય માટેની કામગીરી અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

આ મીટીંગ દરમિયાન જિલ્લામાં આપેલ ખાદ્ય ચીજ વેચાણના પરવાના, તે અંગે થયેલ તપાસ, ચકાસણી કરેલ નમૂના, વેપારી સામે લેવામાં આવેલ કાયદેસરના પગલાં, તેમજ ૬ પેઢી સામે દાખલ કરેલ કોર્ટ કેસ જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કલેકટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. કલેક્ટર એ વારંવાર ગુનાહિત કૃત્ય કરતી પેઢી-વેપારી સામે પોલીસ તથા અન્ય વિભાગના સંકલનમાં રહી કડક કાર્યવાહી કરવા સૂચન આપી હતી. વધુમાં શ્રી બચાણીએ જણાવ્યું કે, આગામી સમય મરી મસાલાના વેચાણનો હોય તેની સીઝનલ ડ્રાઈવ કરી ભેળસેળીયા તત્વોની તપાસ કરી કડક કાર્યવાહી કરવામા આવે. ખેડા જિલ્લાના ધાર્મિક સ્થળો પર રજીસ્ટ્રેશન લાઇસન્સ મેળવવાના કેમ્પનું આયોજન કરી અવેરનેસની વધુ કામગીરી કરવા કલેકટરએ બેઠકમાં અગત્યના સુચનો આપ્યા. સાથોસાથ કલેકટર એ ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટીના સભ્યોને જણાવ્યું કે, ખેડા જિલ્લાના તમામ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ભેળસેળીયા તત્વોની તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ. ખેડા જિલ્લાના લોકોના આરોગ્યની તકેદારી રાખવી એ સૌ કમિટીના સભ્યોની ફરજ છે. આ બેઠકમાં કલેકટર  કે. એલ. બચાણી, જિલ્લા પુરવઠા અધિકારી  ખેડા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક તથા ડેઝિગ્નેટેડ ઓફિસર પી.ડી.પ્રજાપતિ તથા તેમની સંયુક્ત ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

બનાસકાંઠા-ગામના પાદરમાં ઘૂસી આવ્યું રીંછ દાંતીવાડાના ડેરી ગામની ઘટના-લોકોમાં ભય …

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા ફિટનેસ સાયકલિંગ રાઈડ યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનાં નવા પ્રમુખે રજપૂત સમાજની વાડી ખાતે કોવિડ વેક્સિન માટેનું આયોજન કર્યું : પ્રથમ દિવસે 120 લોકોએ વેક્સિનનો લાભ લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!