Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં આજી-03 ડેમ ગેટ રીપેરીંગ – પાણી કેચમેન્ટના સુચારું આયોજન માટે સૂચના આપી.

Share

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવ્યું છે કે, આજી-03 ડેમ ખાતે ગેટ રીપેરીંગ અર્થે સિંચાઈ વિભાગ રાજકોટ દ્વારા ખાલી કરવાનો થતો હોય તાજેતરમાં ગાંધીનગર ખાતે ” પાણી પુરવઠા અને જળ સંપતિ વિભાગ” ના મંત્રી કુવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં થયેલ ચર્ચા અને મળેલ સુચના અનુસાર તેના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા માટે કરવાની થતી જુદી જુદી કામગીરી બાબતે જામનગર મહાનગરપાલિકાના માન. કમિશ્નર વિજયકુમાર ખરાડી સાહેબ, વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઇજનેર પાણીપુરવઠા વિભાગ, નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ તથા આજી-03 ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર તથા જુનીયર ઇજનેર દ્વારા સંયુક્ત રીતે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આજી-૩ ડેમ માંથી 20 એમ એલ ડી, પાણી ઉપાડવા માટેની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે તે ઉપરાંત વધુ 20 એમ એલ ડી પાણી ઉપાડવા માટે સ્થળ વિઝીટ કરીને તેનુ આયોજન કરવા સુચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે જમનગર મહાનગરપાલિકા દ્વારા આજી-03 ડેમના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાના સમ્પ સુધી પાઈપલાઈન તેમજ ડેમની અંદર પમ્પીગ મશીનરી ઈન્સ્ટોલેશન કરવાની થતી કામગીરીનો સર્વે કરીને આયોજન કરીને વહેલી તકે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરીને કુલ 40 એમ.એલ.ડી. જેટલું પાણી ઉપાડી શકાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. શાખા દ્વારા જામનગર શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ ઉભો ન થાય અથવા ઓછામાં ઓછો પાણીનો વિક્ષેપ થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

પાલેજના માછીવાડ વિસ્તારમાંથી ઓનલાઇન ક્રિકેટ સત્તાબેટિંગ ઝડપાયું, પિતા પુત્રની ધરપકડ કરતી SOG પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાના કારણે ગંભીર અકસ્માત કડકિયા કોલેજ પાસે ખાડામાં ટેમ્પો પલટી જતાં બાઈક સવાર ઘાયલ

ProudOfGujarat

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ વચ્ચેથી બેસી પડતા આજથી પુલ બંધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!