Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પંથકમાં ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.

Share

લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર તંત્રની બેદરકારીનાં કારણે તાવી ડોરી હનુમાનજી મંદિરની પાસે કોઝવેની જગ્યાએ નાળુ ના મુકાતા હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી જતાં જગતનાં તાતની ચિંતામાં વધારો થયો હતો. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં લીંબડીથી લખતર સુધીના 36 કિલોમીટરમાં ફક્ત આ એક જ કોઝવે પર નાળુ બનેલ નથી તથા ગુજરાત સરકારની લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ કોઝવેની જગ્યાએ નાળુ મંજૂર થઈ ગયેલ હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં નાળુ બનેલ નથી ત્યારે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં અને ખેડુતોના પાકમાં પાણી ફરી વળ્યા ત્યારે જગતનો તાત કહેવાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પાલેજ નગરમાં ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરાયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી અનાજ માર્કેટયાર્ડ અને સબયાર્ડ સવારનાં 9:00 કલાકથી 1:00 સુધી કાર્યરત રહેશે.

ProudOfGujarat

હોટલ દર્શન પાસેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ગાડી  ઝડપી પાડી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!