Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડીની લોક ઉપયોગી કચેરીઓ તેમજ પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં વરસાદી પાણી ભરાયા.

Share

લીંબડી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે લીંબડી નગરપાલિકા, સેવાસદન ઓફિસ, પીજીવીસીએલ ઓફિસ, લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના પટાંગણમાં વરસાદી પાણીનો ભરાવો થવા પામ્યો હતો,

સરકારી અને લોકપયોગી કચેરીઓના પટાંગણમાં વરસાદી પાણીનો ભરાવો થતાં કામ અર્થે આવતા લોકોને વરસાદના પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી. તેમજ નેશનલ હાઈવે ઉપર આવેલ છાપરા બાંધીને તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોની સ્થિતિ પણ દયનીય બની રહેવા પામી હતી. તેમજ આ વિસ્તારમાં આજુબાજુની સોસાયટીઓમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં રહીશોને પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા પામી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વૈશ્વિક પડકારો છતાં ભારતીય કોર્પોરેટ્સની સ્થિરતા અકબંધ હોવાની પુષ્ટિ કરે છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં વચ્ચે પડનાર યુવકની હત્યા.

ProudOfGujarat

સાગબારાના આંતરિક માર્ગો પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!