દિનેશભાઇ અડવાણી

જ્યાં રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો વધતી જતી ગરમીથી ચિંતિત છે ત્યાં બીજી બાજુ તત્રં પણ એટલુંજ ચિંતામાં ગરકાવ છે.સામાન્ય રીતે જો ૪૦ ડિગ્રી કે તેથી વધુ ગરમી નોંધાય તો મતદારોને પાણી ની તરસ લાગે અને તેથી પાણીની વધુ વ્યવસ્થા કરવી પડે તે સ્વભાવિક છે.તે સાથે એક બાબત એવી પણ છે કે ન કરે ને નારાયણ કે કોઈ ઉંમરલાયક મતદાર લાઈન માં ઉભો રહે અને તેને ચક્કર આવે તો તે અંગે કેવી વ્યવસ્થા કરવી તેની વિચારણા પણ તત્રં દ્વારા આગોતરી કરી લેવી પડશે.ગરમીના વાતાવરણમાં અશક્ય કશુ જ નથી એમ કહી શકાય તેથી મતદાન મથકો નજીક પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સાથે તબીબી વ્યવસ્થા પણ નજીક મળી રહે અને તે કરતાં સોંથી વધુ મોટી બાબત જો કોઈ ઉમર લાયક મતદાર દેખાય તો તેને મતદાન કરવા અંગે અગ્રીમતા અપાય તો તે હિતાવહ છે.

LEAVE A REPLY