Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વાવ દુર્ઘટનામાં 35 નાં મોત, મુખ્યમંત્રીના તપાસના આદેશ

Share

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ગુરુવારે થયેલી દુર્ઘટનામાં વાવમાંથી અત્યાર સુધી ૩૫ લોકોના શબ કાઢવામાં આવ્યા છે. જ્યારે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ઈન્દોર વિભાગના કમિશનરે જણાવ્યું કે એનડીઆરએફ બાદ સૈન્યએ પણ મોરચો સંભાળી લીધો છે. રાતે વાવમાંથી 21 શબ કાઢવામાં આવ્યા હતા. રામનવમીના દિવસે ગુરુવારે લગભગ 11:30 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં એક કે બે નહીં પણ અત્યાર સુધી 35 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

રેસ્ક્યૂ ઓપરેશનમાં એનડીઆરએફની 140 લોકોની ટીમ કાર્યરત કરાઈ છે જેમાં 15 જવાન એનડીઆરએફના, 50 એસડીઆરએફ અને 75 જવાન આર્મીના સામેલ છે. ઈન્દોર જિલ્લાના મહુ આર્મી હેડક્વાર્ટરથી આર્મી જવાનોની ટુકડી પણ રાતે ઘટનાસ્થળે પહોંચી હતી. આર્મીના આવ્યા બાદ મૃતદેહો ઝડપથી મળવા લાગ્યા હતા. જેમાં આખી રાત ઓપરેશન ચલાવાયા બાદ કુલ 21 જેટલા શબ મળી આવ્યા હતા.

Advertisement

રેસ્ક્યૂ ઓપરેશનમાં એક તકલીફ પણ થઈ રહી છે કે જ્યારે પાણી કુવામાંથી ખાલી કરી દેવાય છે તો અડધા કલાકમાં તેમાં ફરીવાર 4 થી 5 ફૂટ પાણી આવી જાય છે. જેના લીધે પાણી ખાલી કરવા માટે ફરી રાહ જોવી પડે છે અને ફરી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવું પડે છે. આ રેસ્ક્યૂ ઓપરેશન લગભગ 40 ફૂટ ઊંડી વાવમાં ચલાવાઇ રહ્યું છે.

ઈન્દોર શહેરના એક બગીચામાં બનેલા બાલેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુવારે આ દુર્ઘટના થઈ હતી. આ મંદિરમાં ગેરકાયદે રીતે કુવાની વાવને સિમેન્ટના સ્લેબ દ્વારા ઢાંકી દેવાઈ હતી અને તેના પર હવન કુંડ બનાવી દેવાયું હતું. લોકો ત્યાં હવન કરી રહ્યા હતા ત્યારે જ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. એક વર્ષ પહેલા બગીચામાં બનેલા ખાનગી મંદિર અંગે જ્યારે અહીંના સ્થાનિકોએ ફરિયાદ કરી તો નગર નિગમે મંદિરને એક કાયદેસરની નોટિસ મોકલી હતી પણ મંદિરના ટ્રસ્ટે આરોપ મૂક્યો કે ધાર્મિક ભાવનાઓને દુભાવવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આખી ઘટનાના ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂ.ની આર્થિક સહાય અને દરેક ઘાયલને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પીએમ રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂ. મૃતકના પરિજનોને જ્યારે ઘાયલને 50000 રૂપિયા આપવામાં આવશે.


Share

Related posts

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ

ProudOfGujarat

અસલી સોનાનાં બિસ્કિટ બતાવી નકલી સોનાના બિસ્કીટનું વેચાણ કરતી ગેંગના ૪ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

એકતા નગર ખાતે કેસૂડાના વૃક્ષોની બેજોડ સુંદરતા અને કુદરતના સાંનિધ્યએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!