Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

મહેસાણા: પોલીસે વ્યાજખોરની કરી ધરપકડ

Share

મહેસાણાની ઉંઝા નગરપાલિકાના પ્રમુખના વ્યાજખોર પતિની પોલીસે ધરપકડ કરી છે. આ વ્યાજખોરે એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેનું મકાન પચાવી પાડ્યુ છે. હવે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે.
ઉંઝા પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ વ્યાજખોર જીતુ ઉર્ફે મિલન પટેલ છે. ઉંઝા નગરપાલિકાની મહિલા પ્રમુખના પતિ એવા આ વ્યાજખોરે ગણપતભાઇ નામના એક વ્યકિતની આ મકાન પડાવી લીધુ. ગણપતભાઇ હાલમાં તેના પરિવાર સાથે એક શહેરથી બીજા શહેર ભટકે છે. 4.5 લાખની વ્યાજે લીધેલી રકમની સામે 40 લાખ લઇ લીધા. વધુ 8 લાખ માંગ્યા જે ગણપતભાઇ ન ચૂકવી શકતા તેના મકાનને પડાવી લીધુ. જે પછી ગણપતભાઇએ પોલીસને કરેલી રજૂઆત બાદ પોલીસે આ વ્યાજખોરને પકડી પાડ્યો છે.
પોલીસે એવા લોકોને અપીલ કરી છે જે આ વ્યાજખોરના ત્રાસનો ભોગ બન્યા હોય ત્યારે ઉંઝા નગરપાલિકાની મહિલા પ્રમુખના વ્યાજખોર પતિ જીતુ પટેલ સામે હવે પોલીસ કેટલા કડક પગલા ભરે છે તે મહત્વનું બની રહેશે.

Advertisement

Share

Related posts

દહેગામ ગામે પાતાળકુવા ફળિાયમાં ગૌહત્યા કરતો પુત્ર ઝડપાયો, પિતા સહિત ત્રણ ફરાર

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમિત કેસો પૈકી એક ઇસમનું મોત.

ProudOfGujarat

કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!