Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં બાળકને ઝેરી સાપે ડંખ મારતા મોત થયું

Share

મામા ફળિયામાં કાચા ઘરમાં રહેતા એક ગરીબ પરિવારનો પુત્ર હમજા સિરાજ મુલતાની નામનો બાળક ઘરમાં રમી રહ્યો હતો આ સમયે ઉંદરે પાડેલ દરમાં બાળકે હાથ નાખતા દરમાં છુપાયેલા ઝેરી સાપે બાળકને હાથ ઉપર ત્રણ ડંખ માર્યા હતા જેથી પરિવારજનો તાત્કાલિક તેને ઝંખવાવની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ બાળકની સ્થિતિ ગંભીર હોવાથી ડોક્ટરોએ આગળ ખસેડવાની સલાહ આપી હતી. આ દરમિયાન બાળકને વધુ પડતા ઝેરની અસર થતા કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા ગરીબ પરિવારના માથે મુશ્કેલીનું આભ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. માતા પિતાનો એકનો એક લાડકવાયો છીનવાઈ જતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં બે દિવસનાં વિરામ બાદ મેઘરાજાની પુન: એન્ટ્રી…

ProudOfGujarat

બિપરજોય વાવાઝોડાનાં અનુસંધાને ખેડા જિલ્લામાં ગઇકાલે રાત્રીએ કુલ ૧૨૬ મિ. મી વરસાદ પડ્યો

ProudOfGujarat

એમ.એમ. હાઈસ્કૂલ ઇખરનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!