Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી ગામે એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી ની ટીમે ઝડપી પાડયો

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે આવેલ જીઆઇપીસીએલ કંપનીમાં તાંબાના વાયર ચોરીના ગુનામાં સંડોવાયેલો અને એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસ ઓ જી ની ટીમે વાંકલ ગામના બજારમાંથી ઝડપી પાડયો હતો.

નાની નરોલી ગામે એક વર્ષ અગાઉ જી આઇ પી સી એલ કંપનીમાં તાંબાના વાયરની ચોરી થઈ હતી જેમાં એક આરોપી તે સમયે ઝડપાઈ ગયો હતો અને ત્યારબાદ આરોપીએ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો ના નામ પોલીસને આપ્યા હતા. જેમાં થોડા દિવસ પહેલા નાની નારોલી ગામના સાજન ઉર્ફે રાજન વસાવાને ઝડપી લીધો હતો ત્યારબાદ એસ ઓ જી ના હે.કો.શૈલેષભાઈ ચંદુભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે એ.એસ આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ અને પો.કો. અમૃતભાઈ ધનજીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે તાંબાના વાયરની ચોરી ગુનામાં સંડોવાયેલો નાની નરોલી ગામનો બીજો આરોપી ઇમરાન આમીર શેખ વાંકલ ગામના બજારમાં ઉભો છે જેને આધારે એસ ઓ જી ના પી.આઈ બી.જી.ઈસરાણીના માર્ગદર્શન હેઠળ ટીમે ઉપરોક્ત સ્થળે રેડ કરી ઝડપી લીધો હતો.

Advertisement

Share

Related posts

પાલેજના એસકે નગર વિસ્તારમાં રહેતી યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઇ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ProudOfGujarat

અભ્યાસમાં રસ ન હોય માતાને મેસેજ કરી વિદ્યાર્થી સુસાઇડ કરવા જતાં વડોદરા સમા પોલીસે બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!