Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા કુલ 20 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે માસ્ક પહેયૉ વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 20 લોકોને પોલીસે રોકડ દંડ ફટકારી માસ્ક પહેરાવ્યા હતા અને કાયમી માસ્કનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. વાંકલ ગામે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાથી પોલીસ દ્વારા માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાના મુદ્દે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે વાંકલ ગામની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું જેમાં કેટલાક વેપારીઓ માસ્ક પહેર્યા વિના ધંધો કરતા હોવાથી પોલીસ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ માસ્ક વિના બજારમાં ફરતા લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. કુલ 20 જેટલા લોકોને રૂ. 200 પ્રમાણે રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સિઝર યોગેશ બેલેરાવ સામે બાકી લોનના બહાને ૨૭ હજારની ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

રોડ પર ચાલતાં જતાં બે યુવાન પર પર નજીવા મુદ્દે ચાર જણાનો હુમલો

ProudOfGujarat

ભરૂચ-કોરોનાની રી.એન્ટ્રી, વડોદરા-સુરત ની બોર્ડરો પર કરવામાં આવશે નો એન્ટ્રી,? શહેરમાં પબ્લિકની અવર જવર મુશ્કેલીઓમાં વધારો કરે તો નવાઇ નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!