Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ તાલુકો બન્યાનાં પાંચ વર્ષ પછી પણ ૨૧ ગામો નેટવર્ક વિહોણા હોવાથી ૧૫,૦૦૦ થી વધુુ આદિવાસીઓમાં રોષ જણાઇ રહ્યો છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારે માચૅ-૨૦૧૪ માં ભરૂચ જીલ્લાનાં વાલીયા-ઝધડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો અને નવો તાલુકો બન્યા બાદ રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન,તા.પંચાયત,મહિલા આઇટીઆઇ, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત પો.સ્ટેશનના દિવ્યભવ્ય સરકારી ઇમારતોનું નિમૉણ કરાયું હતું, જે પ્રશંસનીય બાબત છે, જેમાં નવો નેત્રંગ તાલુકો બનાવવા પાછળ રાજ્ય સરકારનો આશય હતો કે,ગરીબ પ્રજાને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અને સરકારી કામો ઘરઆંગણે જ થઇ શકે અને જીવના જોખમે મુસાફરી કરવામાંથી છુટકારો મળે,પરંતુ જવાબદાર લોકોની કામગીરી પ્રત્યેની નિષ્કાળજીનાં કારણે નેત્રંગ તાલુકો બન્યાનાં આઠ વષૅ પછી પણ ૨૧ ગામો નેટવર્ક વિહોણા જણાઇ રહ્યા છે. જેમાં નેત્રંગ તાલુકાનાં આ ૨૧ ગામોમાં ૧૦૦ ટકા આદિવાસી સમાજનાં લોકો વસવાટ કરે છે, જે તમામ ગામો અંતરિયાળ વિસ્તારમાં હોવાથી કોઇપણ પ્રકારાનાં મોબાઇલ ટાવર નથી અને કંપનીનું નેટવર્ક નહીં આવતું હોવાથી ટેલીફોનીક વાતચીત થઇ શકતી નથી. વાતચીત કરવા માટે નેત્રંગ તાલુકા મથક સુધી આવવું પડે છે,જ્યારે આરોગ્યલક્ષી ઇમરજન્સીનાં કામ માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપકૅ થઇ શકતો, જેવી અનેક પ્રકારની આદિવાસીઓને તકલીફનો સામનો કરવો પડે છે,પરંતુ આદિવાસીઓનાં નામે ચુંટાયેલી સરકારને કંઇ જ પડી નથી,તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે,તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાનાં ૨૧ ગામોમાં તાત્કાલિક ધોરણે મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવે, અને નેટવર્કની સુવિધા ઉપલબ્ધ કરવાથી ડીઝીટલ ઇન્ડિયાનાં યુગમાં આદિવાસીઓ વંચિત નહીં રહી જાય તેવી લોકમાંગ ઉઠી છે.નેત્રંગ તાલુકાના નેટવર્ક વગરના ૨૧ ગામોની યાદીમાં વાંકોલ,ઉમરખડા,કોલીયાપાડા,પાડા,વણખુટા,મચામડી,મુગજ,ઢેબાર,ધોલેખામ,કાકરપાડ,સજનવાવ,ખાખરીયા,જામોલી,માંડવી,કોચબાર,ઝરણા,મોવી,ખરેઠા,રાજાકૂવા,કો.કંપની અને વાંદરવેલી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના પરીએજ ખાતે સરબલ ક્રિકેટ કલબની 30 ઓવરની ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં નબીપુરની ટીમનો જવલંત વિજય.

ProudOfGujarat

વડોદરા : બુટલેગરોનાં વિદેશી દારૂની હેરાફેરી અંગે નવા કીમિયા… જાણો વધુ.

ProudOfGujarat

ખેતતલાવડી કૌભાંડ: શહેરા પોલીસે ખેડૂતોના નિવેદનો નોધ્યા, સર્વેયર જે.કે. વણકરના નિવાસ સ્થાને પણ પોલીસનું સર્ચ ઓપરેશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!