Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે મોહરમ તહેવાર નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યું

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો તાજીયા જુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી. સુંદર આકર્ષક તાજીયા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને બપોરે ઝંખવાવ ગામના મુસ્લિમ બિરાદરો ગફુરભાઈ મુલતાની, બક્ષુ લાખા મુલતાની, હારૂન મનુ મૂલતાની, હુસેન મુલતાની, સત્તાર ખાનુ, અલ્તાફ શેરખા વગેરેની ઉપસ્થિતિમાં નવા ફળીયા અને મુલતાની ફળિયાથી મુખ્ય બજાર સુધી જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય બજારથી નજીકમાં આવેલા સેલારપુર નદીમાં તાજીયા વિસર્જિત કરવામાં આવ્યા હતા. આ પવિત્ર તહેવાર નિમિત્તે ઝંખવાવ ગામ અને આજુબાજુ ગામના મુસ્લિમ બિરાદરો એ તાજીયા તહેવારની ખૂબ ઉમંગથી ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભાગવત કથાવાચક કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી માં એ વડોદરાની લીધી મુલાકાત.

ProudOfGujarat

આણંદ : ઉમરેઠ તાલુકાની સિદ્ધનાથ વિદ્યાલયનાં આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વાલીઓનો હોબાળો.

ProudOfGujarat

અંક્લેશ્વર જી.આઇ.ડી.સીની ૭૦૦ ચેમ્બર્સની અઠવાડિયામાં તપાસ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!