Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

હાલમાં જે (1) કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્યક વિધેયક (2) કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક અને (3) કૃષિ સેવા કરાર વિધેયક નામ ત્રણ કાયદા પસાર કર્યા છે તેને કાળો કાયદો ગણાવી કાયદાનો વિરોધ અને વાંધો નોંધાવ્યો હતો. આવેદનમાં જણાવ્યા મુજબ આ કાયદો આવવાથી ખેડૂતોના હક્ક છીનવાય જવાનો ડર, ખેડૂતોને પોતાની જ જમીનમાં કંપનીઓનાં મજુર બનાવનાર, ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપનીકરણ કરનાર, સંગ્રહખોરોને પ્રોત્સાહન આપનાર અને ખેડૂતોનું તમામ પ્રકારે શોષણ થાય તેવી જોગવાઈ કરતા કાયદાઓ છે જેનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરે છે એમ જણાવ્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીના આરીફ મુલ્લા, મહેન્દ્રભાઈ તેમજ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં ડોળા પાણી અંગે વિપક્ષ દ્વારા રજુઆત કરાઇ……

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ FDCI લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલે શોમાં શોસ્ટોપર તરીકે રેમ્પ વોક કર્યું.

ProudOfGujarat

HOMEOSTASIS -2023 સ્પર્ધામાં મોરબીની GMERS કોલેજનો ડંકો, રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!