Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે અંબાજી મંદિરનાં પટાંગણમાં રંગ અવધૂત મંદિરમાં પાદુકા પૂજનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજન મુકુંદભાઈ ખેંગાર પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો.

સોમવતી અમાસે દેવાધિદેવ મહાદેવની કૃપા પામવાનો અવસરઅને સૂર્યગ્રહણ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ હોય ત્યારે રામેશ્વર મહાદેવ વાંકલ અને પાનેશ્વર મહાદેવ (પાનેશ્વર ફળિયું ) મંદિરે મહાદેવને રિઝવવા પરિણીત મહિલાઓ દ્વારા પીપળાના વૃક્ષની દૂધ, જળ, ફૂલ અને ચંદનથી પૂજા કરી વૃક્ષની ચારે બાજુ સુતરનો દોરો લપેટીને પરિક્રમાં કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. પુરાણોમાં વણિત છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ શુભ માનવામાં આવે છે.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના કલ્પવૃક્ષ ગણાતા મહુડાની આવક થતાં ભાવમાં ઘટાડો.

ProudOfGujarat

ચકલી દિવસ અગાવ ભરૂચની ચકલી વિશેની વાતો જાણો?

ProudOfGujarat

ડેડીયાપાડા અને સોરાપડા રેન્જ દ્વારા બંટાવાડી, ઘનપીપરનાં વિસ્તારમાં 5 લાખનો ખેરના લાકડા સહિતનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!