Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં કંસાલી ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

Share

– ફાઇનલ મેચમાં વેરાકુઈ ઇલેવનનો ભવ્ય વિજય. આમંત્રિત મહેમાનો દ્વારા આયોજકો, વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને પ્રોત્સાહિત કરવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

માંગરોળ તાલુકાના કંસાલી ખાતે ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. બાર ઓવરની મેચ રમાડવામાં આવી હતી. આજરોજ રમાયેલી ફાઇનલમેચમાં કંસાલી ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ ભરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દાવ વેરાકુઈ ઇલેવન ટીમે લીધો હતો. વેરાકુઈ ઇલેવને 12 ઓવરમાં 186 રન ઝૂડી નાખ્યા હતા. તેના જવાબમાં કંસાલી ટીમે 12 ઓવરમાં 129 રન કરી શકી હતી. 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ સિરીઝ ગામીત વિપુલભાઈ, બેસ્ટ બોલર ઓફ ધ સિરીઝ ગામીત કિરણભાઈ બન્યા હતા. વેરાકુઈ ઇલેવન ટીમ ચેમ્પિયન બની હતી. મહામંત્રી દીપકભાઈ વસાવા તરફથી વિજેતા ટીમને ટ્રોફી એનાયત ટ્રોફી કરવામાં આવી હતી.

માજી તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈભાઈ ગામીત 5000/- રૂપિયા, ડૉ. યુવરાજસિંહ સોનારીયા તરફથી 2500/- રૂપિયા આયોજકોને, મહેશભાઈ ગામીત વેરાકુઈ તરફથી આયોજકોને 2500/- અને વિજેતા ટીમને એક હજાર રૂપિયા, કંસાલી સરપંચ દ્વારા વિજેતા ટીમને બે હજાર અને રનર્સ એક હજાર હજાર, વેરાકુઈ સરપંચ અશ્વિનભાઇ દ્વારા વિજેતા ટીમને બે હજાર, કંસાલી ડેપ્યુટી સરપંચ બચુભાઈ મહારાજ તરફથી બે હજાર પુરસ્કાર તરીકે આપ્યા હતા, (લક્ષ્મી જનરલ સ્ટોર અને કંગન સ્ટોર ) રાજુભાઈ, શૈલેષ ભાઈ મૈસુરીયા તરફથી વિજેતા ટીમ, રનર્સ ટીમ અને આયોજકોને પ્રોત્સાહિત કરવા ત્રણે ત્રણને એક હજારનો પુરસ્કાર ઇનામ આપવામાં આવ્યો હતો.

આ તકે કંસાલી સરપંચ, ડે. સરપંચ બચુભાઈ l મહારાજ, હરેન્દ્ર ગામીત, જગદીશ ભાઈ ગામીત, ઉમેદ ચૌધરી, સુધાકર નાયર, શૈલેષભાઇ મૈસુરીયા અને ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા. સમગ્ર મેચનું આયોજન કલ્પેશભાઈ ગામીત, પીનલ ગામીત, હિતેષભાઇ ગામીત, હરેન્દ્રભાઈ ગામીતે કર્યું હતું.

Advertisement

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

ઝઘડિયા : અવિધા ગામે કપિરાજનો આતંક, પાંચથી વધુ લોકોને બચકા ભરી ઘાયલ કર્યા.

ProudOfGujarat

કરજણનાં ભરથાણા ગામ પાસે આવેલ ટોલનાકા પાસે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન ધન યોજના (મહિલા) બચત ખાતામાં આગામી ત્રણ મહિના સુધી રૂા.૫૦૦/- જમા કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!